*રોકડ રૂ.૧,૭૪,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં છ પુરૂષોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zj9kxdmq224lypve/" left="-10"]

*રોકડ રૂ.૧,૭૪,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં છ પુરૂષોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૫/૦૨/૨૦૨૪ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન રાજપરા (ખોડીયાર) ગામે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે, જાળીયા ગામથી ભડલી ગામ તરફ જતા ભડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ યુનિવર્સલ ફાર્મથી અંદર જતા રસ્તે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
*આરોપીઓઃ-*
1. દિપકભાઇ કલ્યાણભાઇ સાવલીયા ઉ.વ.૪૨ રહે.જવાહરનગર, વડલારોડ શેરી નં-૧, પ્લોટ નં-૧૨૩, ભાવનગર
2. રમશેભાઇ હીરાભાઇ બારૈયા ઉ.વ.૪૪ રહે.કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં-૮, પ્લોટ નં-૩૪૨, ભાવનગર
3. પ્રવિણભાઇ મશરૂભાઇ બારૈયા ઉ.વ. ૪૯ રહે. કુંભારવાડા રામદેવનગર શેરી નં-૨,ભાવનગર
4. મનસુખભાઇ સામંતભાઇ રાંઘાણી ઉ.વ.૪૦ રહે. મીંગલપુર તા.ધોલેરા જી.અમદાવાદ
5. પ્રવિણભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૪૩ રહે.અક્ષરપાર્ક શેરી નં-૨૩, મકાન નં-૮૧૧, કુંભારવાડા, ભાવનગર
6. જીવણભાઇ છનાભાઇ બારૈયા ઉ.વ.૩૭. રહે.રામદેવનગર શેરી નં-૨, કુંભારવાડા,ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧,૭૪,૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૪,૮૦૦/- નો મુદ્દામાલ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઈ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહીલ, હરિચંદ્દસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]