નવાબંદર મરીન પોલીસ દ્વારા પોકસો અને બળાત્કારના આરોપીને ગણતરીને કલાકમાં પકડી પાડ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zj5wlmo8hma1tonh/" left="-10"]

નવાબંદર મરીન પોલીસ દ્વારા પોકસો અને બળાત્કારના આરોપીને ગણતરીને કલાકમાં પકડી પાડ્યો


:: નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોકસો / બળાત્કારના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુન્હાના કામે પુરતા સાંયોગીક તથા મેડીકલ પુરાવાઓ મેળવી આરોપી વિરૂધ્ધ દિન -૭ માં ચાર્જશીટ કરતી નવાબંદર મરીન પોલીસ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ નાઓએ ગુમ / અપહરણ / પોકસો જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૮૬૦૦૩૨૨૦૬૪૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૫૪ ( ક ) , ૩૨૩ , તથા જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ -૧૦ મુજબનો ગુન્હો તા .૨૦ / ૧૨ / ૨૦૨૨ ના કલાક - ૦૦-૩૦ વાગ્યે રજી . થયેલ જેમા આ કામના આરોપી કાળુભાઇ અભુભાઇ ભાલીયા રહે.ચીખલી તા.ઉનાવાળાએ ફરીયાદીની સગીરવયની ભત્રીજી ઉમર ૦૫ વર્ષ , ૧૧ માસ ૦૭ દિવસ વાળી ચીખલી ગામમા ખોડીયાર માતાજીના મંદિરે રમતી હતી તે વખતે આરોપીએ ચોકલેટ આપવાનુ બાનુ કરી બદકામ કરવાના ઇરાદે લઇ જઇ તેના હોઠ ઉપર કરડી ( બચકુ ) ભરી જઇ અને તેને હોઠના ભાગે ઇજા કરી તેની શરીરે હડપલા કરેલ હોય જે ગંભીર બનાવ બાબતે ઉપરોકત ગુનો જાહેર થયેલ હોય જે અનુસંધાને નવાબંદર મરીન પો.સ્ટે . ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એ.બી.વોરાએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ગણતરીની કલાકોમા આરોપીને પકડી પાડી તપાસ દરમ્યાન ભોગ બનનાર તથા આરોપીનુ મેડીકલ તપાસણી કરાવતા ભોગ બનનાર સાથે આરોપીએ બળાત્કાર પણ કરેલ હોવાનુ તપાસમા ખુલતા આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ એફ.આઇ.આર. મા ઇ.પી.કો.ક .૩૭૬ એ - બી , તથા જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ -૨૦૧૨ ની કલમ -૬ મુજબનો ઉમેરો કરવા સ્પેશ્યલ પોકસો કોર્ટ ઉનાને રીપોર્ટ કરી તેમજ સદરહુ ગુનાના કામે આરોપીને અટક કરી પુરતા સાંયોગિક તથા મેડીકલ પુરાવાઓ મેળવી દિન -૭ માં જ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ છે . કામગીરી કરનાર અધિ . / કર્મચારી- નવાબંદર મરીન પો.સ્ટે.ના PSI શ્રી એ.બી.વોરા , ASI કે.બી.પરમાર તથા જોરૂભા મકવાણા તથા રાજેન્દ્રભાઇ વાજા પો.હેડ કોન્સ . કાનજીભાઇ વાણવી તથા હસમુખભાઇ ચાવડા , ગોવિંદભાઇ વાળા , તથા પો.કોન્સ . વિજયભાઇ ચૌહાણ નાઓ જોડાયેલ હતા .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]