ભેટ ગામનાં તળાવમાં કોલસાની ગેરકાનૂની ખાણો ધમધમે છે બંધ કરવામાં આવે ગામજનો ની રજૂઆત - At This Time

ભેટ ગામનાં તળાવમાં કોલસાની ગેરકાનૂની ખાણો ધમધમે છે બંધ કરવામાં આવે ગામજનો ની રજૂઆત


*મુળી તાલુકાનાં ભેટ ગામે સરકારી જમીન પર કોલસા ની ખાણો ધમધમી ઊઠી*

*મહીલા સરપંચ નાં પતિ ની જ ખોદકામ માં ભાગીદારી આવી બહાર*
મુળી તાલુકામાં ગામોમાં ખનીજ ભરપૂર માત્રામાં મળી આવે છે ત્યારે ખનીજ માફીયાઓ નો ડોળો આ કીંમતી જમીન પર હોય છે તેમ ભેટ ગામે કોલસાની ખાણો મોટાપ્રમાણમાં ધમધમી રહી છે જે સરકારી જમીન માં આવેલ છે અને તળાવ ની અંદર ખોદકામ થ‌ઈ રહ્યું છે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા ૬ માસથી આ ખોદકામ ચાલી રહ્યું છે તેમ છતાં આજદિન સુધી કોઈ ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર કે મામલતદાર મુળી કે તાલુકા વિકાસ અધિકારી શ્રી એ આ કોલસા નો કાળો કારોબાર બંધ કરાવવાની તસ્દી લીધી નથી સ્થાનિક રાજકીય આગેવાનો હેઠળ આ ખનીજ ખનન વહન થ‌ઈ રહ્યું છે અને વિસ્ફોટ થી ધરતી ધણધણી રહીં છે રાત-દિવસ ટ્રકો ચાલી રહી છે ત્યારે આ ગેરકાનૂની ખોદકામ બંધ કરવામાં આવે તેમ ગામજનો માં રાવ ઉઠવા પામી છે આ બાબતે ગામજનો એ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે લેખીત રજુઆત કરવા ગામજનો સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને કલેકટર ને કરનાર છે તેમ જણાવ્યું હતું આમ તો મુળી તાલુકાનાં ગામો જેવાં કે વગડીયા,ખાખરાળા,દેવપરા,ઉમરડા,પલાસા,ધોળીયા, દુધઈ,ગઢડા, ખંપાળીયા,રાણીપાટ, જેવાં ગામોમાં કોલસાનું મોટાપ્રમાણમાં ખોદકામ ચાલુ છે જેમાં ભેટ ગામનો ઉમેરો થયો છે અંદાજે દશ થી પંદર ખાણો ધમધમે છે મુળી તાલુકાનાં ગામોમાં અન્ય ખનિજ પણ મળી આવે છે ત્યારે આ કોલસાની ગેરકાનૂની ખોદકામ તંત્ર દ્વારા બંધ કરવામાં આવે અને સરકાર ની ખનીજ સંપદાને સલામત રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે મુળી તાલુકાનાં ગામોમાં જમીન પર ખોદકામ કરતાં ખનીજ માફીયાઓ ને કાયદાકીય કડક કાર્યવાહી કરી કાયદાનો સબક શીખવાડવા માં આવે તેવી માંગ ઉઠવા પામી છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.