બોટાદની રોહિશાળા કન્યા પ્રા. શાળામાં મતદાન જાગૃતિ અન્વયે ચિત્ર સ્પર્ધામાં યોજાઇ - At This Time

બોટાદની રોહિશાળા કન્યા પ્રા. શાળામાં મતદાન જાગૃતિ અન્વયે ચિત્ર સ્પર્ધામાં યોજાઇ


“આવો મિલકર યહ કામ કરે, સબસે પહેલે મતદાન કરે”નાં સૂત્રો સાથે ચિત્ર સ્પર્ધામાં હોંશે-હોંશે ભાગ લેતી વિદ્યાર્થીનીઓ

વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે બોટાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે બોટાદનાં રોહિશાળા ગામ ખાતે કન્યા પ્રા. શાળામાં મતદાન જાગૃતિ અન્વયે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ હોંશે-હોંશે ભાગ લઇ કલાત્મક ચિત્રો દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.