દારૂ સંતાડવા નો નવો કીમિયો સ્મશાન ની ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કર્યો મોટા પ્રમાણ માં ઇંગ્લીશ દારૂ સંતાડેલ - At This Time

દારૂ સંતાડવા નો નવો કીમિયો સ્મશાન ની ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કર્યો મોટા પ્રમાણ માં ઇંગ્લીશ દારૂ સંતાડેલ


તા:-૧૬/૨/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના એક સ્મશાન ની ઇલેક્ટ્રિક ભઠ્ઠી માં સંતાડેલ ભારતીય બનાવટી વિદેશી દારૂ ની નાની મોટી બોટલો નંગ કુલ્લે-૧૮૦૩ જેની કી.રૂ.૨.૬૨.૩૦૦/- તેમજ બિયર ટીન નંગ-૯૮જેમી કુલ્લે.કી.રૂ.૧૧.૭૬૦/-તેમજ બે અલગ અલગ કંપની ના ફોન જેની કી. રૂ.૪૦.૦૦૦/-આમ કુલ્લે કી. રૂ.૩.૧૪૦૬૦/- નો મુદામાલ કબ્જે કરતી ખોખરા પોલીસ

હાટકેશ્વર સ્મશાનમાં રહેતા રાજન વેગડ અને અક્ષય વેગડ બંને ભાઈઓ મળી દારૂ સ્મશાન ની ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં સંતાડેલ

અમદાવાદ મેં પોલીસ કમિશનર શ્રી સંયુક્ત પો.કમિશનર સેકટર-૨ નાયબ પો.કમિશનર શ્રી ઝોન-૫ તેમજ મદદનીશ પો.કમિશનર શ્રી આઈ ડિવિઝન અમદાવાદ શહેર દ્વારા પ્રોહિ/દારૂ જુગારના કેશો શોધી કાઢવા ખાસ સૂચના આપેલ જેના ભાગ રૂપે પો.ઇન્સ.શ્રી.એન.કે.રબારી સાહેબ શ્રી સીધા માર્ગદર્શન હેઠળ ખોખરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડ ના ઇ.એ.એસ.આઈ. મહેશભાઈ ગંગારામ.બ.ન.૭૫૯૮ તેમજ સ્ટાફનાઓ દ્વારા પેટ્રોલીંગ કરતા અમદાવાદ ના હાટકેશ્વર સ્મશાનમાં રહેતા બે ભાઈઓ ભેગા મળી કોઈ જગ્યાએ થી ઇંગ્લીશ દારૂ નો જથ્થો સ્મશાન ની ઇલેક્ટ્રિક ભઠી ના ભોંયરામાં સંતાડેલ હતી જેની બાતમી ખોખરા પોલીસ ના પો.કો.જયદેવ સિંહ તેમજ સહદેવ સિંહ અને મહેન્દ્રસિંહ તથા સંજયભાઈ ને મળતા ખોખરા પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટાફ (૧)અ.પો.હે.કો.રાજીવભાઈ બ.ન.૭૬૮૧
(૨)અ.હે.કો.શિવકાશ શેષમણી બ.ન.૩૩૯૩
(૩)પો.કો.જયદીપસિંહ પ્રવીણસિંહ બ.ન.૧૧૬૦૮
(૪)પો.કો.સંજયસિંહ ગુલાબસિંહ.બ.ન.૯૩૨૦
(૫)પો.કો.સહદેવસિંહ મહેન્દ્રસિંહ બ.ન.૬૪૬૧
(૬)પો.કો.સંજયકુમાર મેહુરભાઈ બ.ન.૬૫૬૦
(૭)પો.કો.સંજયસિંહ દેહાભાઈ બ.ન.૮૪૧૩
(૮)પો.કો.સંજયસિંહ માનસિંહ બ.ન.૭૧૮૨
ઉપર ના તમામ સ્ટાફ મળી સ્થળ પર રેડ કરતા બે આરોપી સહિત મુદામાલ ની અટક કરવામાં આવી

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.