‘રોંગ સાઇડમાં કેમ આવે છે,’ કહી 3 શખ્સે બાઇકચાલકનો મોબાઇલ લૂંટી લીધો - At This Time

‘રોંગ સાઇડમાં કેમ આવે છે,’ કહી 3 શખ્સે બાઇકચાલકનો મોબાઇલ લૂંટી લીધો


શહેરમાં અસામાજિક તત્ત્વો જાણે પોલીસને ગાંઠતા જ ન હોય તેમ કાયદાના ખોફ વગર ગુના આચરી રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમાં ત્રણ શખ્સોએ બાઇકચાલકને આંતરી મોબાઇલની લૂંટ ચલાવ્યાનો મામલો પોલીસમાં નોંધાયો છે. ગોંડલ રોડ, મહમદીબાગ-13માં રહેતા રહીશ નાશીરભાઇ નાગોરી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે બનેવીના આંબેડકરનગર પાસે આવેલી મારુતિ ઓટો કન્સલ્ટ નામની પેઢીમાં નોકરી કરે છે. ગત તા.14ની રાતે નવ વાગ્યે ઓફિસ બંધ કરીને પોતે બાઇક લઇને ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે ગોંડલ ચોકડી બ્રિજ પાસે પહોંચતા જ એક ટ્રિપલસવારી બાઇકે પોતાને આંતર્યો હતો.

જેથી પોતે ઊભો રહેતા ત્રણ પૈકી એક શખ્સે કેમ રોંગમાં સામેથી કેમ આવે છે,’ કહી શખ્સે મોબાઇલ લૂંટી લીધો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.