ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન ધરોઈ ડેમની મૂલાકાતે આવતાં હજારો પર્યટકોને પાસ વિના નો એન્ટ્રી - At This Time

ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન ધરોઈ ડેમની મૂલાકાતે આવતાં હજારો પર્યટકોને પાસ વિના નો એન્ટ્રી


ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન ધરોઈ ડેમની મૂલાકાતે આવતાં હજારો પર્યટકોને પાસ વિના નો એન્ટ્રી

ટ્રાફિક કંટ્રોલ કરવામાટે તંત્રએ મુફ્ત પાસની સુવિદ્યા શરૂ કરી છે.જ્યારે ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓને પાસ વિના ડેમ સાઈટ પર પ્રવેશ નહિ મળે...

ચોમાસાની ઋતુમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ને લઇ સિઝનનો ૯૦% થી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઇ ઉત્તર ગુજરાત નો જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટી ૬૧૯.૦૨ ફુટ સુધી પહોંચી છે ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફુટ છે ત્યારે ડેમ ૮૮.૪૭ % ટકા જેટલો ભરાઈ જતાં ડેમ સાઈટ પર આહલાદક દ્ર્શ્યો સર્જાયા છે. જેને લઇ રોજે રોજ હજારોની સંખ્યામાં પર્યટકો ધરોઇ ડેમની મુલાકાતે આવતા હોય છે જેને લઇ તંત્ર દ્વારા મુફ્તમાં પાસ સુવિદ્યા શરૂ કરવામાં આવી છે જેને લઇ મૂલાકાતે આવતાં પર્યટકો માટે ટ્રાફિક કંટ્રોલ જેવી વિવિધ સુવિધાઓને પહોચી વળવા માટે તંત્ર એલર્ટ બન્યું છે..

ડેમ સાઈટ પર મૂલાકાતે આવતાં પર્યટકો ફકત ૧૫ મિનિટ સુધીજ ડેમ પર રોકાઈ શક્શે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રયટકો માટે વડાલી મામલતદાર કચેરી ખાતેથી રજિસ્ટ્સન કરી પાસ મેળવી ડેમની મુલાકાત લઈ શકશે.

રિપોર્ટર-:
મહમદશફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.