દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hgskz7vnyiyscxlz/" left="-10"]

દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું


જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ઉચીકૂદમાં(૧.૭૫ મી.) પ્રથમ ક્રમ સાથે ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત જાતિ સમુદાય બગડા પરિવાર અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રેશભાઈની આ સિદ્ધિ બદલ અનેક મહાનુભાવો ધ્વારા હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતારભાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]