બોટાદ જિલ્લો વયોવૃદ્ધ મતદાતા તુલસીદાસભાઈ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે - At This Time

બોટાદ જિલ્લો વયોવૃદ્ધ મતદાતા તુલસીદાસભાઈ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે


બોટાદ જિલ્લો વયોવૃદ્ધ મતદાતા તુલસીદાસભાઈ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે

આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મત આપવા માટે તા.7 મેના રોજ એટલે કે મંગળવારનો દિવસ નિર્ધારિત છે, સમગ્ર બોટાદના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ થઈ રહ્યાં છે ત્યારે બોટાદ જિલ્લાના 89 વર્ષીય તુલસીદાસભાઈ કટોરીયા બોટાદનાં અન્ય નાગરિકોને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તુલસીદાસભાઈની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા અતૂટ છે તેમણે બેલેટ પેપરથી મતદાન કરી પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. જીવનની સંધ્યાએ પહોંચેલા તુલસીદાસભાઈ દરેક ચૂંટણીમાં મતદાન ચોક્કસથી કરે છે. તેમણે તમામ બોટાદવાસીઓને આ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.