બોટાદ ૧૮૧ અભયમ ટીમ અને રાણપુર પોલીસ ટીમ સંકલનમાં રહીને બાળ લગ્ન બાબતે પરિવારને જાગૃત કર્યા - At This Time

બોટાદ ૧૮૧ અભયમ ટીમ અને રાણપુર પોલીસ ટીમ સંકલનમાં રહીને બાળ લગ્ન બાબતે પરિવારને જાગૃત કર્યા


બોટાદ ૧૮૧ અભયમ ટીમ અને રાણપુર પોલીસ ટીમ સંકલનમાં રહીને બાળ લગ્ન બાબતે પરિવારને જાગૃત કર્યા

તા:-૦૩-૦૫-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે રાણપુર તાલુકાના એક ગામમાં આવતી તા:-૧૨/૫/૨૦૨૪ ના રોજ બાળ કિશોરીના લગ્ન છે જેની ઉંમર નાની છે.આથી તે કિશોરીના પરિવાર ને સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન વાન ની જરૂર છે.જાગૃત નાગરિકનો ફોન આવ્યા બાદ તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમ દ્વારા બોટાદ કંટ્રોલમાં જાન કર્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનના નોડલ અધિકારી પી.આઈ.મેટાલિયા સાહેબ તેમજ રાણપુર પોલીસ સ્ટેશનમાં તથા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ડી કે જાડેજા સાહેબને કેસ બાબતે જાણ કરવામાં આવેલ.ત્યારબાદ ૧૮૧ ટીમ અને રાણપુર પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોહચેલ.અને ઘટનાસ્થળ ઉપર પોહચ્યાબાદ કિશોરી અને તેના માતાપિતા સાથે વાતચીત કરેલ.તેઓએ જણાવેલ કે તેમની દીકરીની ઉંમર આશરે ૧૭ વર્ષ આસપાસ છે.ત્યારબાદ દીકરીના આધારપુરાવાની ખરાઈ કરવા આધાર પુરાવા માગેલ.તો જાણવા મળેલ કે દીકરીની ઉંમર ૧૭ વર્ષ ને ૧ માસ છે.અને તેમના પરિવારે તારીખ ૧૨/૫/૨૦૨૪ ના લગ્ન ગોઠવેલ છે.અમો બાળલગ્નના કાયદા થી અજાણ હોવાથી લગ્ન ગોઠવેલ છે.આથી ૧૮૧ ટિમ, રાણપુર પોલીસ સ્ટાફ, બાળલગ્ન અટકાયત માટેના પગલાં લીધેલ.કીશોરીના માતાપિતાને સમજાવેલ કે સરકારની કાનૂની જોગવાઇ અન્વયે કિશોરીની ઉંમર નાની છે તેથી ઉંમર પુરી થાઈ ત્યારે તમે લગ્ન કરાવી શકો.તેમજ કિશોરીને સમજાવેલ કિશોરીના માતપિતા પાસે લેખિત બાંહેધરી લીધેલ. કિશોરીના માતા પિતા એ જણાવેલ કે અમારી દીકરીની ઉમર નાની છે.અને હવે અમે સમજી ગયા છે કે બાળલગ્ન એ સજાપાત્ર અને દંડનીય ગુન્હો છે. અમે દીકરીના લગ્ન ઉમર પૂરી થાય બાદ જ કરાવશું.હાલ અમોએ આ લગ્ન બંધ રાખેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.