ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ગૌમાતાને લમપી વાયરસથી બચાવા ગૌ ભક્તો દ્વારા એક દિવસનો ઉપવાસ અને શિતળા માતાજીનાં મંદિરે મહાયજ્ઞનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zdzfbrncjjnynzh9/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ગૌમાતાને લમપી વાયરસથી બચાવા ગૌ ભક્તો દ્વારા એક દિવસનો ઉપવાસ અને શિતળા માતાજીનાં મંદિરે મહાયજ્ઞનું આયોજન


તા:17 ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં હાલ લમપી વાઇરસએ ભરડો લીધો છે આ લમપી વાઇરસ એક ભયંકર બિમારી હોય જેમાં ઉના અને ઉના તાલુકાનાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુ અને રખડતા પશુંઓનાં લમપી વાઇરસથી મૃત્યુ થયા છે જેમાં આજે દિવસેને દિવસે ઞૌમાતામાં લમપી વાઇરલનાં અનેક કેસો જોવાં મળે છે ત્યારે આજે ખેડુતોમાં તેમજ ઞૌ-ભકતોમાં નિરાશા જોવાં મળે છે જેમ આજે બે વર્ષ પહેલાં આવેલ કોરોના મહામારીમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતાં એવી પરિસ્થિતિ આજ ઞૌ-માતામાં લમપી વાઇરસમાં જોવાં મળે છે જ્યારે વર્ષો પહેલાં નાનાં બાળકોમાં ઓરી નિકળતાં ત્યારે આપણે એક શ્રદ્ધા સાથે શિતળા માતાનાં મંદિરમાં બાળકને દર્શન કરાવી માતાજીની માનતાંથી છુટકારો મેળવતાં હતાં જેમને આપણે શ્રદ્ધાં સાથે શિતળા માતાજીનાં આશીર્વાદ લયને આપણી પરંપરા મુજબ આ ઓરી જેવી બિમારીને નમાવમા આવતાં હતાં અને બાળકોને આ બિમારી માંથી મુક્તિ મળી જતી હતી

ત્યારબાદ આજે ઉના તાલુકામાં યુવા હિન્દુ સંગઠન અને ગૌરક્ષક દળ દ્વારા સમસ્ત હિંદુ સમાજને આહવાન કરાવવામાં આવે છે કે તારીખ 17 સપ્ટેમ્બર શનિવારનાં રોજ સાતમનાં દિવસે ગૌમાતાનો દિવસ હોય જેમાં આ મૂંગાપશુ લમપી વાયરસથી પિડાઈ રહ્યો છે જેમાં અનેક દુધાળા પશુઓ તેમજ અનેક રખડતી ગાયો લમપી વાઇરસથી વધુને વધુ મૃત્યુ થતાં જોવાં મળે છે એમનાં અનુસંધાને આજે ઉના તાલુકામાં ગૌ-ભકતો હિન્દુ સમાજનાં લોકોએ એક દિવસનો ઉપવાસ રાખીને ગૌ-રક્ષકોએ ગૌમાતાને લંમપી વાયરસનાં રોગથી મુક્તિ મળી રહે એ માટે શિતળા માતાજીનાં મંદિરે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસે સાંજના ચાર કલાકે બીડું હોમવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે થોડા દિવસો પહેલાં ગૌ-ભક્તો દ્વારા અનેક ગાયોને લંમપી વાયરસની વેક્સિન આપવામાં આવી હતી અને એ માટે પણ ઞૌ-રક્ષક રાત દિવસ એક કરીને તનતોડ મહેનત કરી યુવાનો રખડતી ગાયોને બચાવવા માટે પણ એક ગૌશાળાનું આયોજન કર્યું છે અને અનેક ગાયોની હાલ હજુ પણ સેવા સંસ્કૃતિ યથાવત જળવાઈ રહે એવી પણ આજે સેવાયજ્ઞથી જીવિત ઉદાહરણ પણ જોવાં મળે છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ઞીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]