ગીર સોમનાથ જિલ્લામાં અને કોડીનાર તાલુકામાં ભાજપ કાર્યકરો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં 73માં જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nwhab2ox4n74vacn/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લામાં અને કોડીનાર તાલુકામાં ભાજપ કાર્યકરો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં 73માં જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી


તા:17 ગીર સોમનાથ જિલ્લામાં અને કોડીનાર તાલુકામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 73માં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાંમાં ગીર સોમનાથ જિલ્લામાં સહ કર્મચારી ભાજપ કાર્યકર સફાઇ અભિયાનમાં જોડાયા હતાં અને ધાર્મિક પુંજા વિધિ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આરોગ્ય મુક્ત રહે અને આયુષ્યમાન રહે એવી પ્રાર્થના સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાંમાં કર્મચારી અને મોટી સંખ્યાના ભાજપ કાર્યકરો આગેવાનો જોડાયા હતાં જેમાં દેશના વડાપ્રધાન એવાં સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનાં જન્મદિવસને લઈને પ્રથમ સોમનાથ મંદિરના ટ્રસ્ટનાં ટ્રસ્ટી જે.ડી પરમાર અધિકારીઓ કર્મચારીઓના હસ્તે મહાપુંજા કરવામાં આવી હતી અને વડાપ્રધાન મોદી નીરામય આરોગ્ય દીર્ઘ આયુષ્ય રહે એ માટે 121 રુદ્રીનાં પાઠ કરીને આયુષ્ય મંત્રના જાપ કરવામાં આવ્યા હતાં અને બાદમાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું

ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં ભાજપ કાર્યકરો દ્વારા તેમજ આગેવાનો દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 73માં જન્મદિવસ નિમિત્તે રા.ના.વાલા હોસ્પિટલમાં ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈને અતિ ગરીબ લાભાર્થીઓને દવાઓનું કીટ વિતરણ અને ફ્રૂટ વિતરણ કરીને અનોખો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને જન્મ દિવસની ઉજવણી કઈ રીતે ઉજવાય અને જરુરીયાત મંદ લાભાર્થીઓને મદદરૂપ કઇ આ રીતે થવાઇ અને જન્મદિવસની ઉજવણી કઈ રીતે કરી શકાય એવો પણ લોકોને સંદેશો પાઠવ્યો હતો જેમાં કોડીનાર તાલુકાનાં ભાજપ પ્રમુખશ્રી ભગુભાઈ પરમાર શહેર પ્રમુખ શ્રી હરિભાઈ વિઠલાણી લઘુમતી મોરચાનાં પ્રદેશ ઉપપ્રમુખ જીશાન નકવી જિલ્લાનાં ભાજપ મંત્રી મહેશભાઈ વાળા કારોબારી સભ્ય વિપુલભાઈ સોચા યુવા પ્રમુખ મયુરભાઈ યુવા કારોબારી સભ્ય જયભાઈ ડોળાસા તાલુકા પંચાયતનાં સભ્ય જીતુભાઈ પરમાર તથા અનેક ભાજપ કાર્યકરો આઞેવાનો આ જન્મદિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતાં અને વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીરગઢડા ઞીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]