"શબ્દે પાડે મજાની ભાત ગુજરાતી,લઈ સાતેય સૂરો આલાપ ગુજરાતી" માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષા "શ્રેષ્ઠ શિક્ષક સન્માન " એવોર્ડ દયાબેન સોજીત્રા ને એનાયત - At This Time

“શબ્દે પાડે મજાની ભાત ગુજરાતી,લઈ સાતેય સૂરો આલાપ ગુજરાતી” માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષા “શ્રેષ્ઠ શિક્ષક સન્માન ” એવોર્ડ દયાબેન સોજીત્રા ને એનાયત


"શબ્દે પાડે મજાની ભાત ગુજરાતી,લઈ સાતેય સૂરો આલાપ ગુજરાતી"
માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષા "શ્રેષ્ઠ શિક્ષક સન્માન " એવોર્ડ દયાબેન સોજીત્રા ને એનાયત

અમરેલી ના દયાબેન સોજીત્રા ને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષા "શ્રેષ્ઠ શિક્ષક સન્માન "એવોર્ડ શ્રી દયાબેન સોજીત્રા ને એનાયત કરાયો હતો
પંખીનો કલરવ, ઝરણાંનો ખળખળ નાદ, વૃક્ષોના પાનનો ફફડાટ, આ બધું ભેગું થાય ત્યારે એક શબ્દ નીકળે છે એ છે ગુજરાતી ભાષા. ફૂલો વૃક્ષોની કવિતા છે એમ આપણી લઢણ અને લ્હેકાથી સભર અલગ તરી આવતી અલંકારોથી સજેલી ધજેલી વાણી એટલે આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા. જેનું મૂલ્ય આંકી ન શકાય.
આપણે માતૃભાષાની ઉજવણી કરીને દુનિયાની તમામ ખુશી એના ખોળામાં અર્પણ કરીએ ત્યારેજ સાચી માતૃભાષા વંદના થશે.
21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ સ્થાપેલ પાવન ભૂમિ ગુજરાત વિદ્યાપીઠ ખાતે માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષા "શ્રેષ્ઠ શિક્ષક સન્માન " એવોર્ડ અમરેલી ના અમરાપર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા દયાબેન સોજીત્રા ને એનાયત કરવાં બદલ સમગ્ર નિર્ણાયક ટીમનો હ્ર્દયથી નત મસ્તક વંદન સહ આભાર.કરતા વિવિધ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓ
આ તકે ભાષા વિજ્ઞાની અરવિંદભાઈ ભાંડારી, યશવંતભાઈ શુક્લ, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરતભાઈ જોષી, રાજેન્દ્રભાઈ પટેલ,વિદ્યાર્થીઓ,સ્ટેજ સંચાલક નીતિનભાઈ ટાઢોદરાનો હ્ર્દયથી આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.