દાદર જોધપુર વચ્ચે ચાલતી સયાજીનગરી ટ્રેનમાં ગત ૨૧ ફેબ્રઆરી ૨૦૨૩ના રોજ જાણો શું થયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l33lptdjmr9gmltk/" left="-10"]

દાદર જોધપુર વચ્ચે ચાલતી સયાજીનગરી ટ્રેનમાં ગત ૨૧ ફેબ્રઆરી ૨૦૨૩ના રોજ જાણો શું થયું.


ચાલતી ટ્રેનમાં ગર્ભવતી મહિલાએ સુંદર નવજાત બાળકીને જન્મ આપ્યો, વધુ વિગત નીચે વાંચો

૨૧ ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ ટ્રેન નંબર ૧૨૪૮૦ બાંદ્રા થીજોધપુર જતી સયાજીનગરી ટ્રેન ના કોચ નંબર S 3 માં રાજસ્થાન ની પનકીદેવી જેતસિંહ નામની ગર્ભવતી મહિલા ને પ્રસુતિ ની પીડા થતાં તે સમયે ચાલું ટ્રેનમાં ફરજ ઉપર હાજર ટિકિટ ચેકીંગ અઘિકારી C.T.I ચિરંજીલાલ.એલ.મહાવર સાથે બી.આર.ગર્ગ તથા તસ્લીમ ખાન જેઓ રેલ્વે ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા નવસારી સુરત ની વચ્ચે આ ગર્ભવતી મહિલાની તકલીફ ભરેલી પરિસ્થિતિ જોઈ અને આ ટ્રેન માં મુસાફરી કરતી કેટલીક મહિલા ઓની મદદ લઈ આ પીડીત મહિલા માટે ટ્રેનના ડબ્બામાં સીટ ની વ્યવસ્થા કરી આપી હતી,

આ ચાલું ટ્રેનમાં ગર્ભવતી પીડીત મહિલા એ અન્ય મહિલાઓની મદદથી અને રેલ્વે કર્મચારી ઓ ની સતર્કતાથી નવસારી થી સુરત વચ્ચે જ ટ્રેનમાં જ સંજોગો અને પરિસ્થિતી ને આધીન ડિલિવરી થતાં સુંદર નવજાત બાળકી ને જન્મ આપ્યો હતો અને ટ્રેનમાં સૌ કોઈ મુસાફરો બાળકીની કિલકારી ઓ સાંભળતા જ ખુશીની લહેર જોવા મળી હતી,

આ મહિલા ની ડિલિવરી બાદ પરિસ્થિતિ વધુ તકલીફ ન થાય એ માટે C.T.I ચિરંજીલાલ. એલ.મહાવર સહિત અન્ય ટિકિટ ચેકીંગ કર્મચારીઓ એ ટ્રેનમાં થીજ રેલ્વે કોમર્શિયલ કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને ટ્રેન મારફતે મળેલ માહિતી ની રેલ્વેની વિભાગ દ્વારા ગંભીરતા લઈ એક ખાસ ટીમ તાત્કાલિક સુરત સ્ટેશન પર મેડિકલ ટીમ સાથે સુરત સ્ટેશને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી,

સુરત રેલ્વે સ્ટેશને મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, આરપીએફ સહિત તમામ રેલ્વે કર્મચારીઓ ડિલિવરી થયેલ આ મહિલા અને તેની બાળકી ને કોઈ તકલીફ ના થાય અને બંને ને માં દિકરી ને યોગ્ય સારવાર મળી રહે એ અર્થે હોસ્પિટલ પહોંચાડવા તૈયાર હતી, મેડિકલ અને આર.પી.એફ. ટીમની મદદથી મહિલા અને નવજાત બાળકીને ઉતારી સુરતની સ્મિર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા,

ટ્રેન માં મુસાફરી દરમિયાન જન્મેલ નવજાત શિશુ ( બાળકી ) ને જોવા માટે સુરત રેલ્વે સ્ટેશને ભીડ ઉમટી પડી હતી અને મુસાફરોએ C.T.I અને અન્ય ટીકીટ ચેકીંગ કર્મચારીઓ અને અન્ય રેલ્વે સ્ટાફના સહકાર ને બિરદાવ્યો હતો અને હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો,

મુખ્ય વાત તો એ હતી કે આ ગર્ભવતી મહિલા પાસે રિઝર્વ સીટ કે ટિકિટ ન હતી ફક્તજનરલ ટીકીટ હતી તેમ છતાં રેલ્વે કર્મચારીઓ એ આ માનવતાની ઉમદા ફરજ નિભાવી અને મદદ કરનાર મહિલાઓ એ પણ મનાવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]