બોટાદ શાળા નંબર-૧૩ માં હવે દર વર્ષે અપાશે સુભાષ ગૌરવ પુરસ્કાર - At This Time

બોટાદ શાળા નંબર-૧૩ માં હવે દર વર્ષે અપાશે સુભાષ ગૌરવ પુરસ્કાર


બોટાદ શાળા નંબર-૧૩ માં હવે દર વર્ષે અપાશે સુભાષ ગૌરવ પુરસ્કાર

બોટાદ શહેરમાં આવેલ શ્રી સુભાષચંદ્ર બોઝ નગર પ્રા.શાળા નં.13 દ્વારા બાળકોના શૈક્ષિણક પ્રોત્સાહન માટે નવી પહેલ કરવામાં આવી છે.શાળામાં ધોરણ 5 અને 8 માં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓને સુભાષ ગૌરવ પુરસ્કાર અપાશે,જેમાં પુરસ્કાર સાથે બે-બે હજારની પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવશે. 2024ના પુરસ્કાર અનુક્રમે હર્ષલ ભાવેશભાઈ પરમાર અને પૂર્વ વિજયભાઈ ચાવડાને અપાશે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ બંને એવોર્ડના પ્રેરક અને કાયમી દાતા તરીકે શાળાના જ શિક્ષક,લેખક,કવિ રત્નાકર નાંગર રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.