મેંદરડા સરકારી હોસ્પિટલ માં એક્સરે મશીન બંધ હોવાના કારણે લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સાંસદની ગ્રાન્ટ દ્વારા એક્સરે મશીન અર્પણ કરવામાં આવેલ પરંતુ ડિજિટલ ઇસ્ટોલેશન ન થવાના કારણે લોકો હેરાન પરેશાન....... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z89mozlm2vn8bx8j/" left="-10"]

મેંદરડા સરકારી હોસ્પિટલ માં એક્સરે મશીન બંધ હોવાના કારણે લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સાંસદની ગ્રાન્ટ દ્વારા એક્સરે મશીન અર્પણ કરવામાં આવેલ પરંતુ ડિજિટલ ઇસ્ટોલેશન ન થવાના કારણે લોકો હેરાન પરેશાન…….


મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે એક્સરે મશીન ઇન્સ્ટોલેશનના વાંકે બંધ
મેંદરડા શહેર અને તાલુકા ના આશરે ૫૦ કરતા પણ વધુ ગામોના લોકોને પારાવાર થતી મુશ્કેલી હજુ કેટલો સમય લોકો હેરાન થસે઼....?
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે એક્સ રે મશીન હોવા છતાં ઇન્સ્ટોલેશન કામગીરી ના અભાવના કારણે નવું મશીન ધુળ ખાઈ રહ્યું છે.જે બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રફુલભાઈ ધ્રાંગડ દ્વારા રજૂઆત કરાય, મેંદરડા તાલુકાના ૫૦ કરતા પણ વધુ ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે તદૃ ઉપરાંત મેંદરડા મધ્યૈથી સાસણ,તાલાળા,સોમનાથ કોડીનાર, વેરાવળ,જૂનાગઢને જોડતો સ્ટેટ હાઇવે પસાર થતો હોય જેથી માર્ગવાહન અકસ્માતના કેસો દિન પ્રતિદિન ખુબ મોટાપ્રમાણમાં વધ્યા છે ત્યારે મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે વધુ પ્રમાણમાં અકસ્માતે દર્દીઓ આવતા હોય ઉપરાંત જંગલ વિસ્તાર અને ચોમાસાની ઋતુ હોવાના લીધે પણ પડવા વાગવા ને લગતા બનાવો બનતા હોય છે આ બાબતે જોવામાં આવે તો મેંદરડા ગામ અને તાલુકાના આજુબાજુના ગામના લોકોને સારવાર લેવા માટે મેંદરડા સરકારી હોસ્પિટલ નજીકનું અને સારવાર માટે પ્રાથમિક દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું છે
મેંદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આશરે એક વર્ષ કરતા પણ વધારે એક્સરે મશીન બંધ હાલતમાં હતું જેથી તમામ તાલુકાના નાગરિકોને એક્સ રે ને લગતી સારવાર માટે અનેક મુશ્કેલીઓ ભોગવી પડતી હતી આ બાબતે અનેક રજૂઆતો કરવાના અંતે આખરે એક વર્ષ પછી સાંસદ દ્વારા સરકારી હોસ્પિટલમાં પોતાની ગ્રાન્ટ માંથી નવું એક્સરે મશીન ફાળવવામાં આવેલ હતું. આમ છતાં એક્સરે મશીન માત્ર શોભાના ગાંઠીયા સમાન હોસ્પિટલમાં બંધ હાલતમાં ધુળ ખાય રહ્યું છે ડિજિટલ એક્સરે મશીનની ઇન્સ્ટોલેશનની કામગીરી હાથધરવામાં નથી આવી હોસ્પિટલના સતાધિસો મરણ પથારીએ જોલા ખાતા હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે,મશીન આવ્યા નેબે માસનો સમય ગાળો થયેલ હોવા છતાં આજ દિવસ સુધી ઓપરેટ થયેલ નથી ડિજિટલ એક્સ રે મશીન હોવા છતાં લોકોને સેવાનો લાભ નથી મળી રહ્યો. જરૂરિયાત મંદ દર્દીઓને ના છૂટકે હેરાન થવું પડે છે અને જુનાગઢ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડે છે આવી સમસ્યાનો સામનો મેંદરડા તાલુકાની જનતા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કરી રહી છે ત્યારે સાંસદ દ્વારા મશીન ફાળવવામાં આવેલ છે તે પણ બંધ હાલતમાં હોય લોકોને પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે,ત્યારે આ બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રફુલ ધ્રાંગડ દ્વારા લેખિત રજૂઆત કરાય છે અને વહેલામાં વહેલી તકે લોકોને સમસ્યાથી છુટકારો મળે અને સરકારી હોસ્પિટલમાં એક્સરે સંબંધિત સેવાઓ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરી ધટતુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
રીપોર્ટીંગ - કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]