13 ગુનામાં સંડોવાયેલો 5 વર્ષ થી નાસતો ફરતો આરોપી લુણાવાડા બસ સ્ટેશનમાંથી LCBના હાથે ઝડપાયો - At This Time

13 ગુનામાં સંડોવાયેલો 5 વર્ષ થી નાસતો ફરતો આરોપી લુણાવાડા બસ સ્ટેશનમાંથી LCBના હાથે ઝડપાયો


આરોપીને બાલાસિનોર પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

મહિસાગરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જ્યારે પોલીસે ડ્રાઈવ ચલાવી હતી. ત્યારે જિલ્લા એલ.સી.બી ને બાતમી મળી કે, લુણાવાડા બસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામનો રહેવાસી આરોપી સુભાષ નગારા ઉફે નાગજી કટાર આવવાનો છે. જે બાતમી આધારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી એલ.સી.બીએ ઝડપી પાડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમીદાર પાસેથી બાતમી મળ્યાના આધારે બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ- અલગ ગુનાઓમાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સુભાષ નગારા ઉફે નાગજી કટાર લુણાવાડા બસ સ્ટેશન ખાતે આવતા એલ.સી.બી એ તેને ઝડપી પાડ્યો હતો. અને એલ.સી.બી કચેરી લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપીની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ દ્વારા ગુજરાત રાજયના નાસતા ફરતા આરોપીઓનુ લિસ્ટ તપાસતા ઝડપાયેલો આરોપી અલગ અલગ 13 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં

13 ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપીને પોલીસે હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો. જ્યાંથી તેને બાલાસિનોર પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.