ગાડી ભાડે આપવાનું કહીં બે ગઠિયાઓએ હાર્ડવેરના વેપારીની 20 લાખની સ્કોર્પિયો પડાવી લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yzqchb8ff8vehlug/" left="-10"]

ગાડી ભાડે આપવાનું કહીં બે ગઠિયાઓએ હાર્ડવેરના વેપારીની 20 લાખની સ્કોર્પિયો પડાવી લીધી


મવડીમાં રહેતા ગોંડલ પંથકના હાર્ડવેરના વેપારીને ગાડી ભાડે આપવાનું કહીં કોઠારીયા અને જામનગરના ગઠિયાઓએ 20 લાખની સ્કોર્પિયો કાર પડાવી લઈ છેતરપીંડી આચરતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે હાલ મવડીમાં રહેતાં મૂળ ગોંડલના મોટી ખીલોરી ગામના વતની રૂષીકુમાર હીંમતભાઇ ચોવટીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આકાશ ઉર્ફે અકી પટેલ (રહે.કોઠારીયા) અને બિલાલશા હાશનશા શાહમદાર (રહે. જામનગર) નું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા ચોકડી નજીકમાં આવેલ સંસ્કાર ઇન્સ્ડસ્ટ્રીજમાં સત્યમ એન્ટરપ્રાઇઝના નામે હાર્ડવેરની દુકાન ભાગીદારીમાં ચલાવી ધંધો કરે છે. ગઇ તા. 02/03/2024 ના તેઓએ એક સ્કોર્પિયો કલાસીક ગાડી બેંકમાંથી લોન લઇ રૂ.20.05 લાખમાં ખરીદેલ હતી. જેમના નં. જીજે-03-એનકે-5006 છે.
ગાડી ખરીદ કર્યા બાદ તેમના ફઈના પુત્ર કૃતિક હિરપરાને સંભાળવા માટે આપેલ હતી અને તે ગાડી ભાડેથી આપતો હતો અને ગાડીનો વહીવટ સંભાળતો હતો. તેમને સ્કોર્પિયો ગાડી દોઢેક માસ પહેલા તેના ઓળખીતા આકાસ ઉર્ફે અકી પટેલ ઉપર વિશ્વાસ રાખી 24 કલાકના રૂ.4300 ના ભાડેથી 150 ફુડ રીંગ રોડ મવડી ચોકડી ઉપર આવેલ ખોડીયાર હોટલ આગળ આપેલ હતી. જે બાબતે આકાસ ઉર્ફે અકી સાથે કોઇ ભાડા કરાર કરેલ ન હતો. ત્યારબાદ આરોપીએ એક માસ સુધી ભાડુ આપેલ અને તે ભાડુ તેમના ફઇના પુત્રએ તેમને ભાડુ આપેલ હતું.
ત્યારબાદ ગાડી બીજી જગ્યાએ ભાડેથી આપવી હોઇ જેથી આકાસ ઉર્ફે અકી પટેલ પાસેથી ગાડી પરત મંગાવતા આરોપીએ જણાવેલ કે, તમારી ગાડી બિલાલશા હશનશા શાહમદાર પાસે છે તે મને ગાડી પરત આપશે ત્યારે હું તને આ ગાડી પરત આપીશ તેવી વાત આકાસ ઉર્ફે અકીએ તેઓના ફઈના પુત્રને કરતાં તેમને ફરિયાદીને જાણ કરી હતી. જેથી તેઓએ ગાડી તું ગમે તેમ કરી ને પરત મંગાવી લે જણાવતાં તેને જણાવેલ કે, હું આરોપી આકાસ ઉર્ફે એકી પટેલ અને બિલાલશા શાહમદારને વારંવાર ફોન કરી ગાડી પરત આપી જવાનું કહેવા છતાં તેઓ ગાડી પણ પરત આપતા નથી અને ભાડુ પણ આપતા નથી. જેથી બંને શખ્સોએ સ્કોર્પિયો ગાડી ભાડે આપવાના બહાને લઈ જઈ રૂ.20 લાખની ગાડી પડાવી છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એચ.એન.ગઢવી અને ટીમે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]