છરી-ધોકા સાથે ફરતા લુખ્ખાઓ પર પોલીસની ધોંસ: પાંચ શખ્સો સામે કાર્યવાહી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mk9p6n8ou1kucnre/" left="-10"]

છરી-ધોકા સાથે ફરતા લુખ્ખાઓ પર પોલીસની ધોંસ: પાંચ શખ્સો સામે કાર્યવાહી


શહેરમાં છરી ધોકા જેવા હથીયારો સાથે રોફ જમાવતા લુખ્ખાઓ પર પોલીસે ધોંસ બોલાવી પાંચ શખ્સો સામે કાર્યવાહી કરી ગુના નોંધ્યા હતા.
બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જામનગર રોડ પર પરાપીપળીયાના પાટીયા પાસેથી પસાર થતી એક કારને અટકાવી તેમાં તપાસ કરતા ડેકીમાંથી લાકડાના બે ધોકા અને લાકડી મળી આવતા કાર ચાલક અમીત હેમંત મોરાણીયા (ઉ.30) રે. શકિત સોસાયટી શેરી નં.2/28નો ખૂણો અને તેની સાથેના રાજ કીરીટ તુરીયા રહે. રણછોડનગર શેરી નં.29 સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો.
જયારે બી ડીવીઝન પોલીસે સંતકબીર રોડના નાલાથી આગળ સર્વિસ રોડ પરથી શૈલેષ અમરશી સોલંકી (ઉ.30) રે. સાગરનગર શેરી નં.5, જુનો મોરબી રોડ પાસેથી લાકડી કબ્જે કરી હતી તેમજ સીટી સ્ટેશન પાસેથી વિકી નાથા દેલવાડીયા રહે. જુનો મોરબી રોડ સીટી સ્ટેશન પાસેને છરી સાથે તેમજ સંત કબીર રોડ ત્રીવેણી ગેટ પાસે જાહેર રોડ પરથી વિશાલ પ્રેમજી વાઢેર (ઉ.27)ને છરી સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]