મગરે યુવક પર હુમલો કરી યુવક ને સંતાકૂકડી રમાડી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yq1zbkdga0qxdpln/" left="-10"]

મગરે યુવક પર હુમલો કરી યુવક ને સંતાકૂકડી રમાડી.


પાદરા તાલુકા માંથી પસાર થતી ઢાઢર નદી માં અસંખ્ય મગરો વસવાટ કરે છે જે દેશ માં માત્ર આ નદી માં જ આટલા મગરો વસવાટ કરતા હોય છે ક્યારેક નદી માં પુર આવતા અસંખ્ય મગરો દેખા દેતા લોકો માં ફફડાટ વ્યાપી જાય છે અનેક વાર આ નદી માંથી મગર બહાર આવતા હોય છે ત્યારે નદી તરફ જવું પણ લોકો માટે જીવ નું જોખમ હોઈ છે ગ્રામ્ય વિસ્તાર માં ગ્રામ્ય ના લોકો પશુધન હોઈ કે પોતાના કામ કાજ માટે ખેતરે જતા હોય ત્યારે મગર હુમલો કરવાની ઘટના બનતી હોય છે સમગ્ર બાબતે કેટલાક લોકો જીવ ગુમાવી ચુક્યા છે પાદરા તાલુકા ના સોખડા રાઘુ ગામે થી પસાર થતી ઢાઢર નદી ગામ ની નજીક માંથી પસાર થઈ રહી છે ત્યારે લોકો નદી ના કોજ વે પરથી પસાર થતા લોકો પર મગર હુમલો કરવાની ઘટના બનતી હોઈ છે ત્યારે આજ રોજ વહેલી સવારે એક યુવક પોતાના કામ કાજ માટે નદી પર થી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક મગરે યુવક પર હુમલો કર્યો હતો બાદ માં યુવક નદી માં પડી જતા મગરે તેના પર હુમલો કરી ખેંચી ગયો હતો સમગ્ર મામલે યુવક નો વિડીયો વાઇરલ થયો હતો ત્યારે બાદ બે કલાક સુધી યુવક ને મગરે સંતા કુકડી રમાડી હતી સમગ્ર મામલે ગામલોકો ને જાણ થતાં ગ્રામલોકો મોટી સંખ્યા માં ઉમટ્યા હતા ત્યારે ઘટના ની જાણ વન વિભાગ ને કરતા વન વિભાગ પહોંચ્યું હતું અને કાર્યવાહો હાથ ધરી હતી બીજી તરફ ફાયર વિભાગ ના લાશકરો પણ ઘટના સ્થળે પહોંચી યુવક ની લાશ ની શોધખોળ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]