ગરબાડા આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પુર્ણા યોજના હેઠળ“ સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરાયું. - At This Time

ગરબાડા આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ પુર્ણા યોજના હેઠળ“ સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરાયું.


પૂર્ણા યોજના-એપ્રિલ–૨૦૧૮ થી રાજયના તમામ જીલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ (શાળા એ જતી તેમજ ન જતી) માટે અમલમાં છે. આ યોજના અંતર્ગત આજ તારીખ:-૧૩/૧૦/૨૦૨૩ ના રોજ જીલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગરબાડા તાલુકા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત ચેરમેન ગંગાબેન, તાલુકા સભ્યો, અને જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, સ્ટેટ માંથી યુનિસેફ તરફથી નીરૂબેન નિહાર , બી. આર સી ગરબાડા, અને ઇન્ચાર્જ TDO મહેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ મેળામાં બધા વિભાગો દ્વારા અલગ અલગ વિભાગ દ્વારા ૯ (નવ) સ્ટોલ લગાવવામાં આવ્યા ૧ થી ૯ નંબર ના સ્ટોલ (૧)મહિલા અને બાળ વિકાસ વિભાગ, (૨) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, (૩) સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ, (૪) મહિલા અને બાળ અધિકારીની કચેરી, (૫) ગૃહવિભાગતથાજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (૬) શ્રમ અને રોજગાર વિભાગ (૭) સમાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ (જિલ્લા બાળ સુરક્ષા એકમ-DCPU (૮) મહિલા અને બાળ વિકાસ વિભાગ આમ આ અલગ અલગ વિભાગના ૯ સ્ટોલ લાગવીને કિશોરીઓને તમામ વિભાગ દ્વારા યોજનાકિય માહિતી પૂરી પાડવામાં આવી.
જીલ્લા પ્રમુખ કરણભાઇ ડામોર દ્વારા કિશોરી મેળામાં કિશોરીઓને યોજનાકીય તમામ પ્રકારની માહિતી વિશે કિશોરીઓ સાથે ચર્ચા કરવામાં આવી. અને તમામ યોજનાનો લાભ લેવા માટે આહ્વાન કર્યું.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.