લુણાવાડા સવેરા હોટલ પાસે એમ્બ્યુલન્સ અને ટેન્કર વચ્ચે અકસ્માત. 3 લોકો ઇજાગ્રસ્ત - At This Time

લુણાવાડા સવેરા હોટલ પાસે એમ્બ્યુલન્સ અને ટેન્કર વચ્ચે અકસ્માત. 3 લોકો ઇજાગ્રસ્ત


મહીસાગર‌ જીલ્લાના લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ચોકડી તેમજ સવેરા હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જયારે અકસ્માતમા બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.મળતી માહિતી અનુસાર વડોદરાની SSG હોસ્પિટલ ખાતેથી એક મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ જયપુર ખાતે જઈ રહી હતી. તે સમય દરમિયાન હાલોલ-શામળાજી નેશનલ હાઇવે માર્ગ પર અને લુણાવાડા તાલુકાના લીમ્બોદ્રા નજીક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. જ્યારે એમ્બ્યુલન્સમાં મૃતદેહ સાથે કુલ ચાર લોકો સવાર હતા જેમાંથી બે લોકોને ઇજાઓ પહોંચી છે. જેમાં ડ્રાઇવર મનોજ પટેલને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે લુણાવાડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ત્યાંથી પણ‌ વધુ સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યા હતા.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.