રાજકોટમાં ત્રીજી લહેર બાદ પ્રથમ વખત 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ નોંધાયા - At This Time

રાજકોટમાં ત્રીજી લહેર બાદ પ્રથમ વખત 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ નોંધાયા


યુકેથી આવેલા વધુ એક પ્રવાસીને ચેપ લાગ્યો, 11ની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી જ નથી

રાજકોટ શહેરમાં કોરોનાના એક સાથે 17 કેસ નોંધાયા છે. ત્રીજી લહેર બાદ પ્રથમ વખત શહેરમાં 24 કલાકમાં કેસની સંખ્યા 15થી વધી છે. તમામે વેક્સિનના બે ડોઝ લીધા છે અને અમુકે તો બૂસ્ટર ડોઝ પણ લીધો છે. જોકે હાલ તમામ હોમ આઈસોલેશનમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે. શાળાઓ ખૂલી તેમજ તહેવાર નજીક આવતા કેસ વધતા તંત્ર દોડતું થયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.