આંબેડકરનગરમાંથી વિદેશી દારૂની 120 બોટલ સાથે ભારત ઉર્ફે ઘોઘો ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yhuuis9ieddr94b5/" left="-10"]

આંબેડકરનગરમાંથી વિદેશી દારૂની 120 બોટલ સાથે ભારત ઉર્ફે ઘોઘો ઝડપાયો


આંબેડરકર નગરમાં રહેતા ભારત ઉર્ફે ઘોઘોના મકાનમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 120 બોટલ સાથે ભારતને દબોચી રૂ।.52800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પી.આઈ.એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસ.આઈ એન.ડી.ડામોર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરીનં.9માં રહેતાં ભારત ઉર્ફે ઘોઘો ચમનલાલ ચૌહાણ (ઉ.વ.24)ના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવેલ હોવાની ચોકકસ બાતમીના આધારે એએસઆઈ ચેતન ચાવડા અને કોન્સ્ટેબલ અશોક ડાંગરે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની 120 બોટલ અને મોબાઈલ ફોન મળી રૂ।.52800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.
ભારતે ઉર્ફે ઘોઘોએ પુછપરછમાં ખોડીયાર નગર શેરીનં.14 હૈદરી મસ્જીદની પાછળ રહેતા મુસ્તુફા ઉર્ફે બોડુ ઈકબાલ લિંગડીયા પાસેથી વેચવા લઈ આવ્યાનું કબુલ્યુ હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે મુસ્તુફાની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]