ધંધુકા ભાલનું ગૌરવ શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા કે જે ફરી એક્વાર મજુર પરીવાર ની વહારે - At This Time

ધંધુકા ભાલનું ગૌરવ શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા કે જે ફરી એક્વાર મજુર પરીવાર ની વહારે


ખુબજ ધન્યવાદ ભાલનું ગૌરવ શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા ગામ: જાળીયા તા.ધંધુકા

બડો બડાઈ નાં કરે બડા ન બોલે બોલ
હિરા મુખ સે નાં કહે લાખો હમારા મોલ

એક પરપ્રાંતીય માણસ કે જે પોતાનાં પરીવાર નો એકમાત્ર આધાર હતો અને અહીંયા ધંધૂકા ની અંદર અનાજ નાં ગોડાઉન માં છૂટક મજૂરી કરીને પોતાનું પેટિયું રળી ખાતો હતો. અને પરીવાર માં પોતાની બે દિકરીઓ અને એમાં પણ એક દિકરી નાં હોળી પછી લગ્ન લીધાં હોય અને એ સમયે એ પરીવાર નો આધારભૂત માણસ જ હાર્ટ એટેક નાં લીધે કાળ નો કોળિયો બની જાય અને બીજું બધું તો ઠીક પણ વતન માં લઈ જવાં માટે પાસે રૂપિયા નાં હોવાથી વતન ની રાખ પણ નસીબ નાં થઈ શકે એવું હોય ત્યારે એ પરીવાર ઉપર શું વીતી હશે,,?

પણ કહેવાય કે જેનું કોઈ નહીં એનો ઠાકોરજી અને ઠાકોરજી પોતે પ્રત્યક્ષ રીતે બધી જગ્યાએ નાં પહોંચી શકે એટલે પોતાનાં પ્રતિનિધિ તરીખે અમુક અમુક નરબંકા સાવજો ને અહિયાં મોકલતો હોય છે અને આમાંનો જ એક ભડવીર સાવજ એટલે શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા કે જે ફરી એક્વાર આ પરીવાર ની વહારે ચડી ને એ મૃત્યું પામેલાં જીવાત્માને પોતાનાં વતન ની રાખ મળે એટ્લે 33,000/- રોકડાં આપીને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ નાં છેવાડા માં તેના માદરે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી અને સાથે સાથે દિકરી નાં લગ્ન નો તમાંમ ખર્ચ આપવાનું કહ્યું અને ઉપર થી આ પરીવાર ને આ દુઃખ નાં સમય માં સાથ આપવાં માંટે 1,11,000/- રૂપિયા પણ આપવાનું વચન આપવામાં આવ્યું અને આ પરીવાર જે સાવ તૂટી ગયેલો એને ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે
આ કાર્ય ખરેખર ખુબજ સરાહનીય અને પ્રસંસનિય છે. અને માં ભગવતી ને પ્રાર્થના કે ઉપેન્દ્રસિંહ ને આવા ને આવા પરોપકાર અને સમાજ ને ઉપયોગી કાર્યો કરવા ની શક્તિ પ્રદાન કરે એવા આશિર્વાદ કાયમ ને માટે રાખે અને હજું પણ આવાં સારા કાર્યો એમને હાથે થતાં રહે.

આ અગાવ શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા એ તા.૬/૧૧/૨૨ ના રોજ સનાતન હિન્દૂ ધર્મ સર્વ સમાજ ની ૧૧૧ દીકરીઓ ના લગ્ન સંપૂર્ણ પોતાના ખર્ચે કરાવેલ અને એથીય વિષેશ ગીર ના જંગલ માં શ્રી રાજભા ગઢવી દ્વારા આયોજિત ૧૪ ચારણ દિકરીબા ના સમૂહ લગ્ન માં પણ સંપૂર્ણ આર્થિક સહયોગ આપી અહીંયા ભાલ પંથક માં થી એકસો જેટલા સ્વયં સેવકો ને પોતાના ખર્ચે લઈ જઈ ને સમૂહ લગ્ન ની વ્યવસ્થા સારી રીતે કરવી ને ગીર જંગલ વિસ્તાર માં ભાલ પંથક નો કીર્તિ નો ડંકો વગડાવેલ .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon