હળવદ પોલીસ અને મોરબી એલસીબી નું સંયુક્ત ઓપરેશન રેતી ચોરી માટી ચોરી કરતા ચાર ડમ્પરો ઝડપી લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yflwreurqbdnk2o1/" left="-10"]

હળવદ પોલીસ અને મોરબી એલસીબી નું સંયુક્ત ઓપરેશન રેતી ચોરી માટી ચોરી કરતા ચાર ડમ્પરો ઝડપી લીધા


ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને હળવદ પોલીસે ચાર ડમ્પર ઝડપી પાડ્યા

હળવદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીના પગલે અવાર નવાર જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કાર્યવાહી કહેવા પુરતી જ થતી હોય તેમ અવાર નવાર માતેલા સાંઢ માફક ડમ્પરો દોડતા હોય છે ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઈ ડી.એમ ઢોલ સહિત પોલીસ જવાનો દ્વારા રાત્રી દરમિયાન હળવદના રાતાભેર પાસેથી સફેદ માટી (સીપરા) ભરેલા ત્રણ ડમ્પર અને માથક પાસેથી એક રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માથક પાસેથી ડમ્પર નંબર જીજે-36- એક્સ-4345 રેતી ભરેલ ડમ્પર ઝડપાયું હતું. તો સાથે સફેદ માટી ભરેલા ત્રણ ડમ્પરો જીજે-36-વી-9026, જીજે-13એએક્સ-5202, જીજે-36-વી-7454 રાતાભેર પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય ડમ્પરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]