પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ વિરપુરના પાંટા આશ્રમની મુલાકાત લીધી... - At This Time

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ વિરપુરના પાંટા આશ્રમની મુલાકાત લીધી…


પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિરપુરના પાંટા શિવરામ સેવાશ્રમની મુલાકાત લીધી હતી જેમાં પાંટા આશ્રમના ગુરુ ગાદીપતિ મહંત આનંદરામ મહારાજના આર્શીવાદ લીધા હતા તેમજ વીરપુર ક્ષત્રિય વીર વિરાજી ઠાકોરની પ્રતિમાને નતમસ્તક કરી ફુલહાર ચઢાવ્યા બાદ,બાર, જોધપુર,આસપુર સહિતના ગામોની મુલાકાત લીધી હતી જ્યાં તેઓનું કાર્યકરો અને સમર્થકો કોંગ્રેસના હોદ્દેદારોએ ફુલહાર પહેરાવી ભવ્ય ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખયુવા પ્રમુખ, તેમજ નટુભાઈ પરમાર અમૃતભાઈ પગી, પૂનમભાઈ પગી, ગણપતસિંહ,સહિતના હોદ્દેદારો અને કાર્યકરો, પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.