ઉપલેટાના લાઠ ગામે ટ્રેક્ટર ઉપરથી પડી જતા ખેડૂત પુત્ર નું મોત - At This Time

ઉપલેટાના લાઠ ગામે ટ્રેક્ટર ઉપરથી પડી જતા ખેડૂત પુત્ર નું મોત


ઉપલેટાના લાઠ ગામે ટ્રેક્ટર ઉપરથી પડી જતા ખેડૂત પુત્ર નું મોત

ઉપલેટા અહીં તાલુકાના લાઠ ગામ ટ્રેક્ટર ઉપર થી નીચે પડતા ખેડૂત પુત્રનો ઘટના સ્થળ ઉપર મોત થયેલ આ અંગે ની વિગતો પ્રકારની છે કે લાઠ ગામે રહેતા પટેલ નારણભાઈ મોહનભાઈ ઝાટકીયા નો પુત્ર શ્યામ ઉંમર વર્ષ 26 આજે સવારથી લાડ ગામના પાદરથી દેશી ખાતરના ટ્રેક્ટર દ્વારા ફેરા કરતા ત્યારે છેલ્લો ફેરો હતો ત્યારે બપોરના સમય 3:30 વાગે ગામના પાદરથી એક કિલોમીટર દૂર તેની વાડી તરફ જતા ત્યારે ટ્રેક્ટર માં ઉભેલા શ્યામ નો પગ અકસ્માતે લપસી જતા પડતા ટ્રેક્ટરના પાછળના આવી જતા ઘટના સ્થળ ઉપર મોત થયેલ હતું. યુવાનની ડેટ બોડી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે આવેલ હતી.
આ અંગે વધુ તપાસ પાટણવાવ પોલીસે હાથ કરેલ છે.

કૃષ્ણકાંત ચોટાયા દ્વારા ઉપલેટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.