સુજલામ સુફલામ કેનાલ માંથી યુવક યુવતી ની લાશ મળી આવી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ - At This Time

સુજલામ સુફલામ કેનાલ માંથી યુવક યુવતી ની લાશ મળી આવી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ


લુણાવાડા તાલુકાના ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માંથી યુવક યુવતી ની લાશ મળી આવી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

કડાણા ડેમમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ કે જે દિવસે ને દિવસે જાણે સુસાઇડ પોઇન્ટ બની રહી હોય તેમ એક બાદ એક લોકો કેનાલમાં જમ્પ લાવી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર સુજલામ સુફલામ કેનાલ માંથી એક યુવક યુવતીની લાસ મળી આવી છે લુણાવાડા તાલુકાના ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માંથી એક યુવક યુવતી ની લાશ મળી આવી છે કેનાલમાં તરતી લાસ જોઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ચોરી ગામે સુજલામ સુફલામ કેનાલમાં બે લાસ છે તેવી જાણ કોઠંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને લાશોને બહાર કાઢવામાં આવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે એક યુવક અને એક યુવતીની આ લાશ છે જેમાં પ્રાથમિક માહિતી મુજબ યુવક વીરપુરનો રહેવાસી છે અને યુવતી વિરણીયાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે ત્યારે સપોલીસ કરી રહી છે. સમગ્ર બનાવમાં પોલીસે બંને મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે તેમજ બનાવવા અંગેની તપાસ હાલ કોઠંબા પોલીસ કરી રહી છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.