બોટાદમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટનું ભવ્ય આયોજન - At This Time

બોટાદમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટનું ભવ્ય આયોજન


બોટાદમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટનું ભવ્ય આયોજન

અધિકારીઓ-કર્મચારીઓ,પોલીસ કર્મીઓ, શિક્ષકો તેમજ ડોક્ટરો સહિત બોટાદવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદારોની સહ ભાગીદારી વધે તથા ચૂંટણી પંચનું સુત્ર No Voters to be left behind ચરિતાર્થ થાય તે હેતુસર બોટાદમાં અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે 15 Day Intensive Campaign અંતર્ગત જિલ્લા ટી.આઈ.પી. નોડલ વ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એ.પી.એમ.સીથી સરકારી હાઈસ્કૂલ સુધી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન વિશે જિલ્લા ટી.આઈ.પી. નોડલ વ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને રમત ગમત વિભાગ દ્વારા રન ફોર વોટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન વિષે જાગૃતિ ફેલાવવામાં આવી હતી તમામ બોટાદવાસીઓ લોકશાહીના આ મહાઅવસરમાં સહભાગી બની મતદાન કરે તેવી અમારી નમ્ર અપીલ છે રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવ પટેલ, ડીવાયએસપી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા રમત વિકાસ અધિકારી દિલીપકુમાર મિશ્રા સહિતના અધિકારીઓ- કર્મચારીઓ,પોલીસ કર્મીઓ, શિક્ષકો તેમજ ડોક્ટરો, ઘોડેસવાર જવાનો સહિત અન્ય નાગરિકોએ મતદાન જાગૃતિના બેનર્સ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અવશ્ય મતદાન કરવા શપથ લીધા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.