પુર્વ-કચ્છ જીલ્લાના દુધઇ પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના કેસમાં બે વર્ષથી નાસતા ફરતા ઇસમને ઝડપી લેતી માળીયા હાટીના પોલીસ - At This Time

પુર્વ-કચ્છ જીલ્લાના દુધઇ પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના કેસમાં બે વર્ષથી નાસતા ફરતા ઇસમને ઝડપી લેતી માળીયા હાટીના પોલીસ


જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ. એસ.આઇ.મંધરા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતાની ડ્રાઇવ સબબ વધુમાં વધુ મહત્વ કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી દુધઇ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૯૩૦૧૪૨૧૦૧૮૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ – ૬૫(એ)(ઇ) વિગેરે મુજબના કામે નાસતો ફરતો આરોપી- નવઘનભાઇ ગોવાભાઇ ડગરા રહે.હાલ- નારણભાઇ ભચાભાઇ વરચંદની વાડી પર ટપ્પર તા.અંજાર જી.કચ્છ મુળ-ગળોદર તા.માળીયા હાટીના જી.જુનાગઢ વાળો નાસતો ફરતો હોય અને સદરહુ ગુન્હો નોધાયેલ ત્યારે દુધઇ પો.સ્ટે.માં અમો જ થાણા ઇન્ચાર્જ તરીકે હોય અને સદરહું આરોપી ઉ૫રોકત ગુન્હામાં નાસતો ફરતો હોય જેની જાણકારી પોલીસ ને મળતા તેમજ દુધઇ પો.સ્ટે. તરફથી પણ સદરહુ આરોપી દુધઇ પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હામાં નાસતો ફરતો હોયતે વિગતની યાદી વોટસઅપ ઉપર આવેલ હોય જેથી સદરહુ આરોપીની વોંચમાં તથા તપાસમાં ડી-સ્ટાફના અરૂણભાઇ નાનાલાલ મહેતા ને રાખેલ હોય તેઓને આરોપી ગળોદર ગામના પાટીયા પાસે હોવાની હકીકત મળતા અમો માળીયા હાટીના પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ પી.કે.ગઢવી તથા ડી-સ્ટાફના વિમલભાઇ ડોબરીયા તથા પ્રકાશભાઇ જેબલીયા વિગેરે હકીકત વાળી જગ્યાએથી માળીયા હાટીના પોલીસે આરોપીને ઝડપી લઇ તા.૨૫/૦૨/૨૦૨૪ ના રોજ પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC કલમ ૪૧(આઇ) મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.