ગાંધીનગર થી ભારત ભ્રમણ સાયકલ યાત્રા પર નીકળેલા ગૌતમ બુદ્ધ હળવદ ના મહેમાન બન્યા - At This Time

ગાંધીનગર થી ભારત ભ્રમણ સાયકલ યાત્રા પર નીકળેલા ગૌતમ બુદ્ધ હળવદ ના મહેમાન બન્યા


એસસી એસટી ઓબીસી જ્ઞાતિના લોકોનું પ્રશ્નોનું સરકાર યોગ્ય નિરાકરણ લાવે તેવા હેતુથી સાયકલ યાત્રાનું આયોજન કર્યું
2016 થી 2045 સુધી ભારતની ભ્રમણ યાત્રા પૂર્ણ કરશે
ગાંધીનગરના માણસા તાલુકાના માણેકપુર ગામના 40 વર્ષ ના વ્યક્તિ 2016 થી ગાંધીનગર થી ભારત ભ્રમણ સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું તેનો મુખ્ય ઉદ્દેશ એસ.સી એસટી ઓબીસી જ્ઞાતિના લોકોનો સરકાર યોગ્ય નિરાકરણ લાવે તેમજ ભારતમાં એ નાબૂદ કરવા માટેના સંદેશો લઈને યાત્રાનો પ્રારંભ કરેલ એનો હળવદમાં શનિવારે બાબાસાહેબ સર્કલ ખાતે યાત્રા પહોંચતા હળવદના અનુસૂચિત જાતિના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને હળવદ થી માળિયા તરફ જવાના રવાના થઈ હતી
આજના ફાસ્ટ યુગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વીડિયો કોલિંગ અને ઓડિયો કૉલથી કરીને પોતાના પ્રશ્નનો સમસ્યાનું તકલીફો અન્ય વાતો આપણે ગણતરી મિનિટમાં સેકંડો માં શેર કરીને શકીએ છીએ ત્યારે આજના આધુનિક યુગમાં શગમ પણ હજુ લોકો સમસ્યાઓના સમાધાન માટે જુજતા હોય છે તેવા કિસ્સાઓ રોજ બેરોજ અખબારમાં અને ટીવી મિડીયા માં ચમકતા રહે છે અને તે પણ આપણે જોતા‌હોય છીએ અહીં વાત છે ગાંધીનગરના માણસા તાલુકાના માણેકપુર ગામના રહેતા 40 વર્ષના ગૌતમ બુદ્ધને જેવો આજથી સાત વર્ષ પહેલા ગાંધીનગરથી સમગ્ર ભારત ભ્રમણ સાયકલ યાત્રા લય નીકળેલ તેના પાછલા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પહોંચતા સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાંથી હળવદના ટીકર રોડ ‌બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે આ સાયકલ યાત્રા આવી પહોંચી હતી ગૌતમ બુદ્ધ તારીખ 11 જુલાઈ 2016 ના રોજ ગાંધીનગર થી પોતાની સાયકલ ઉપર ભારતભ્રમણ યાત્રા નીકળી હતી તેઓ શનિવારે એ હળવદના મહેમાન બન્યા હતા. તેમને જણાવ્યું હતું કે ભારત ભ્રમણ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ પોતાની જ્ઞાતિના લોકોને ન્યાય આપવાનો તેમજ ભારત દેશના રહેતા એસસી એસટી ઓબીસી તેમજ માઈનોરિટી લોકોના ઘણા એવા પ્રશ્નો છે કે સરકાર છેલ્લા લાંબા સમયથી ધ્યાન લેતી નથી અને પ્રશ્નનો સત્વરે નિરાકરણ પણ લેતા નથી ત્યારે સંવિધાનનું સ્થાન બાબાસાહેબ આંબેડકર આપ્યું છે વધુ મા માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં. E.V.M મશીન હટાવો દેશને લોકશાહીને બચાવવાનો સંદેશો લઈને હળવદ શહેરના ટીકર રોડ ખાતે ડો બાબા રામદેવ સાહેબ સર્કલ ખાતે આવી ને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી હતી આ પ્રસંગે હળવદ તાલુકાના અનુસુચિત જાતિના આગેવાનો યુવાનો મોટી સંખ્યામા. ગૌતમ બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વાગત કર્યું હતું ગૌતમ બુદ્ધ ને માનભેર વિદાય આપી હતી ત્યાર બાદ ભ્રમણ સાયકલ યાત્રા હળવદ થી માળિયા તરફ જવા રવાના થઈ હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.