અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ના મણિનગર માં રામ ભક્તોએ કર્યા પુષ્પોથી વધામણાં. - At This Time

અયોઘ્યામાં અર્પણ અર્થે ડબગર સમાજ દ્વારા બનાવેલ ૪૫૦ કિલોના નગારા ના મણિનગર માં રામ ભક્તોએ કર્યા પુષ્પોથી વધામણાં.


તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવાર ના દિવસે અમદાવાદમાં મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે સ્થિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે ડબગર સમાજ દ્વારા ૪૫૦ કિલો નું નગારું અયોઘ્યા શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રે અર્પણ કરવાનું હોય શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રાંગણમાં નગારા ના વાગતે ગાજતે પુષ્પો થી વધામણાં કરવા વિશ્વ હિન્દુ પરુષદના હોદ્દેદારો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મણિનગર જિલ્લા અધ્યક્ષ :- અનિલભાઈ રાજ્પુત, દક્ષેશભાઈ,
મંત્રી :- કૃતિન ભાઈ યોધ, સહમંત્રી:- રમેશભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો, રામ ભક્તો સહિત મહિલાઓ જોડાઈ નગારા સ્વરૂપ ડબગર સમાજ ની સનાતન લાગણી ને માન આપી નગારા ને પુષ્પો થી વધામણાં પૂજા અર્ચના કરી તેના દર્શન કરી સહુ રામ ભક્તો ને ધન્યતાની અનુભૂતિ કરી અને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.