બોટાદના નાગલપર ગામેથી 1 કરોડ 21 લાખની 8 ચોરઉ કાર સાથે એક આરોપી ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xlfukogqevetq8ht/" left="-10"]

બોટાદના નાગલપર ગામેથી 1 કરોડ 21 લાખની 8 ચોરઉ કાર સાથે એક આરોપી ઝડપાયો


બોટાદ LCB પોલીસે આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ કર્યો છે બોટાદના નાગલપર ગામે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા નાગલપર ગામના તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામના શખ્સ પાસેથી અલગ અલગ ચોરી કારો મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કારો લાવી સસ્તા ભાવે વેચતો હોવાનું બહાર આવતા એલસીબી પોલીસે ફોર્ચ્યુન, ક્રેટા સહિત આઠ કારનો કબજો લઈને કુલ રૂપિયા એક કરોડ 21 લાખ 40 હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી બોટાદ એલસીબી પોલીસે આંતરરાજ્ય કાચ ચોરીનો પર્દાફાશ પાસ કર્યો હતો બોટાદના નાગલપર ગામેથી એલસીબી પોલીસે આઠ ચોરાઉ કાર સાથે નાગલપર ગામના તુલસી કાનજીભાઈ ઠોળિયા નામના શખ્સની ધરપકડ કરી હતી તુલસી ઠોળિયા અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાર લાવી વેપાર કરતા હતા તુલસી ઠોળિયા નામનો શખ્સ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાંથી ચોરાઉ કાલ લાવી સસ્તા ભાવે વેચતો હતો કાર ચોરીમાં બ્રિજેશ વિનુભાઈ મોણપરા સુરત તેમજ રમેશભાઈ મેરામભાઇ હાડગડા નાગલપર ના આરોપીના નામ ખુલ્યા હતા. જે હાલ ફરાર છે એલસીબીએ ચોરાઉ આઠ કાર સહિત કુલ રૂપિયા એક કરોડ 21 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડી અન્ય ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]