હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m8ybplpzfdewbh61/" left="-10"]

હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો,


હળવદ તાલુકાના ચુંપણી ગામમાં ૫૫ વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ગત તા. ૨૬ માર્ચના રોજ ચુંપણી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૃતક રામાભાઈ મોહનભાઈ ઓળકીયા (ઉ.વ.૫૫) અને આરોપી ગણેશ વાલજીભાઈ ઓળકીયા ચારેક દિવસ પૂર્વે અલગ બાઈક લઈને દ્વારકા ગયા હતા અને મૃતકે આરોપીનો સંગાથ કરવા રહેલ નથી અને એકલા મુકીને ઘરે આવી ગયા જેનું મનદુઃખ રાખી મારામારી કરી હતી અને છરીના ઘા ઝીંકી દેતા રામાભાઈનું મોત થયું હતું અને પત્ની વાલીબેન વચ્ચે પડતા ઈજા પહોંચી હતી જે બનાવ મામલે મૃતકના દીકરા ભરતભાઈ એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે હળવદ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી ગણેશ વાલજી ઓળકીયા રહે ચુંપણી તા. હળવદ વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપીનો ગુનાહિત ઈતિહાસ જાણો…

હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેના વિરુદ્ધ અગાઉ હળવદ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે તે ઉપરાંત આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં મારામારી અને ટંકારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચુક્યો છે

જે કામગીરીમાં હળવદ પીઆઈ અર ટી વ્યાસ, રમેશભાઈ મહાદેવભાઈ, અજીતસિંહ સિસોદિયા, ગંભીરસિંહ વાઘજીભાઈ, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ હરખાભાઈ, હરવિજયસિંહ કિરીટસિંહ, રણજીતસિંહ અરજણભાઈ, નીજુબેન કિશોરભાઈ, વિપુલભાઈ સુરેશભાઈ સહિતની ટીમ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]