નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આમ આદમી પાર્ટી વિસાવદર લડાયક મુડમાં - At This Time

નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આમ આદમી પાર્ટી વિસાવદર લડાયક મુડમાં


નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આમ આદમી પાર્ટી વિસાવદર લડાયક મુડમાં

સોશિયલ મીડીયા કન્વીનર મૌલિક રીબડીયાનો ખુલ્લો પડકાર
છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારના આક્ષેપો વિસાવદર નગરપાલિકાને લાગેલા છે ત્યારે તેને સાબિત કરવા આમ આદમી પાર્ટીના કન્વીનર મૌલિક રીબડીયા એ માહિતી અધિકાર ના નિયમ મુજબ વિસાવદર નગરપાલિકા પાસેથી માહિતી માંગી છે.જેમાં એમ કહેવામાં આવે છે.ખોટા બિલો દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરી અને જનતાને સુવિધાઓ આપવાના બદલે કેટલાક કોર્પોરેટરોએ ને ખરીદવાની અને પોતાના ઘર ભરવાનું કામ કરેલ છે.મૌલિક રીબડીયાએ કયારે રોડ બન્યો તે સમયે વરસાદ હતો કે નહી જેથી ભ્રષ્ટાચારના કામો બહાર આવે એવી જીણવટભરી માહીતી માંગવાનૅ સાથે ,ખચૅની વિગત બહાર પાડશે એટલે જનતા સામે કરેલી લાખોની હેરાફેરી બહાર આવશે.તેમજ જે જે કંપનીના બીલ ચૂકવેલ છે તેના ખાતાની વિગત સાથે તેમણે પેમેન્ટની તારીખની આસપાસ કેટલુ કમીશન કોને ચૂકવેલ છે તેના આધારો રજૂ કરવામાં આવશે તેમજ આવા દલાલીઆઓને પણ ખુલ્લા પાડવામાં આવશે.જો કોઈ રોડ ટુંકા ગાળામાં બે વાર બનાવવામાં આવેલો હશે તો તેમાં પણ મસમોટો ભ્રષ્ટાચાર પુરવાર કરવામાં આવશે.અત્યારે તો વિસાવદરના લોકોમાં એવી વાતો ચાલે છે કે ઉપલા લેવલે સેટલમેન્ટ કરાવી અને કોગ્રેસ ના બે કોર્પોરેટર ને ખરીદીને ખરીદેલી નગરપાલિકાની આબરૂ બચાવવા હવાતીયાઓ કરવામાં આવે છે.પણ જનતા જાગૃત થઈ ગઈ છે અને આ સમયે વિપક્ષના હોદેદારો કેમ ચૂપકીદી કરી બેઠા છે એ લોકો પૂછે છે....કે પછી ભ્રષ્ટાચાર મામલે બેય મળેલા જ છે.એવુ ખુલ્લેઆમ આમ આદમી પાર્ટીના અન્ય હોદેદારો કહી રહયા છે.અને સાથે સંગઠન મંત્રી અનિલ માળવીયાએ પણ જણાવ્યું કે ભાજપના આઇ.ટી. વાળાએ કેજરીવાલ ના ટેકેદારોને ભિખારી કહ્યા તો તે પોતે પણ શાનમાં રહે કોઈક ના ફેકેલા એઠવાડના ટુકડાઓથી ભૂંડ સુવરો તાજામાજા હોય એવા એ ફેસબુકીયુ સંજય રાઠોડ સમજી વિચારીને હવે પોસ્ટ કરે.અને સાથે સાથે હજુ પણ કેટલાક ભ્રષ્ટાચારોને જનતા સમક્ષ ખુલ્લા પાડીને પોલમપોલ કેમ કરી છે તે જગજાહેર કરશુ

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.