બોટાદ માં કાર સાઈડ માં લેવાનું કહેતા પોલીસ છું તેમ કહી ચાલક પર પાઈપ વડે હુમલો - At This Time

બોટાદ માં કાર સાઈડ માં લેવાનું કહેતા પોલીસ છું તેમ કહી ચાલક પર પાઈપ વડે હુમલો


*બોટાદ માં કાર સાઈડ માં લેવાનું કહેતા પોલીસ છું તેમ કહી ચાલક પર પાઈપ વડે હુમલો*
બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ સોસાયટી માં કાર ચાલક પર સામેથી આવતી કાર ચાલક ને સાઈડ માં લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા પોલીસ સુ તેવો રોપ જમાવી કાર ચાલક યુવક પર પાઈપ વડે હુમલો કરતા પોલીસ યુવક વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી પોલીસ સુત્રો પાસેથી માહિતી મુજબ બોટાદના પાળીયાદ રોડ પર આવેલ જય મિનરલ વોટર પાસે આવેલ સોસાયટી માં રહેતા રવુભાઈ જીલુભાઈ ખાચરે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬-૯-૨૨ ના રોજ ફરિયાદીના ભાઈ દિલીપભાઈ જીલુભાઈ ખાચર પોતાની સ્વિફ્ટ ગાડી લઈ ને ઘરે આવેલ અને નવરાત્રી હોવાથી પોતાના માતાજી ના મંદિર ગઢડીયા દર્શન કરવા જવાના હોય જેથી રચીત નગરમાં આવેલ દળવાની ઘંટી સામે પહોંચતા સામેથી એક સિલ્વર કલરની સ્વિફ્ટ ફોરવિલ ગાડી સામે આવી ઉભી રહી હતી જ્યાં રવુભાઈ એ ગાડી સાઈડમાં લેવા સમજાવવા જતા ગાડીમાં રહેલા જયેશભાઈ ધીરુભાઈ ધાધલ હું પોલીસમાં છું ગાડી નહીં લઉં તમે તમારી ગાડી પાછી લઈ લો તેમ કહી બોલા ચાલી કરી ઉશ્કેરાઈ જઈ પોતાની કારમાંથી પાઇપ કાઢી ફરીયાદી રવુભાઈ જીલુભાઈ ખાચર ના માથા ના ભાગે ઘા મારતાં લોહીલુહાણ હાલતે ફરીયાદી રવુભાઈ ને બોટાદ ની સોનાવાલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે રવુભાઈ જીલુભાઈ એ બોટાદ પોલિસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી જયેશભાઈ સામે ગુન્હો નોંધી આગળ તપાસ બોટાદ પોલિસ સ્ટેશન ના પી. એસ. આઈ વી. પી. ગોલ ચલાવી રહ્યા છે

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.