ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૦ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો - At This Time

ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૦ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો


ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું : ૧૦ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો

બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.જે અન્વયે આજરોજ ભીમનાથ ગામમાં શાળા પાસે ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૦ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૫૦૦/-અંકે રૂપિયા પાંચસો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”(કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી હાથ ધરવામાં આવી છે મેડિકલ ઓફિસર ડૉ.વિપુલ સાપરા, ડૉ.ભગીરથ કણજરિયા, એ.એસ.આઈ. શક્તિસિંહ ગોહિલ, પી.એચ.સી. સુપરવાઈઝર બ્રિજેશભાઈ ચાવડા દ્વારા આ કામગીરીમાં જોડાયાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.