ચોટીલામાં ઝડપાયો દેહ વ્યાપારનો અડ્ડો. - At This Time

ચોટીલામાં ઝડપાયો દેહ વ્યાપારનો અડ્ડો.


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું પવિત્ર યાત્રાધામ ખાતે હાઈવે પર ગેસ્ટ હાઉસ ની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું છે. પવિત્ર યાત્રા ધામને કલંકિત કરનારા અસામાજિક તત્વો દેહ વ્યાપાર હોવાની બુમરાણ અંગે રેન્જ આઈ.જી અને જિલ્લા એસ.પી.ની સુચનાથી મામલતદાર કચેરી સામેના ઉપરના કોમ્પલેક્ષમાં દરોડા પાડતા 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સુરત, વાપી, કોલકત્તા,ની લલનાઓ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આ ગોરખ ધંધામાં ચોટીલા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ પણ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રેડ દરમિયાન સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસે પાંચ આરોપીઓ ને 435010 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.