મેંદરડા પટેલ સમાજ ખાતે પટેલ ગરબી મંડળ દ્વારા આમંત્રિત મહેમાનો નુ વિવિધ મુમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિતનાઓ ઉપસ્થિત રહેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xeuwwxjy1zeporu8/" left="-10"]

મેંદરડા પટેલ સમાજ ખાતે પટેલ ગરબી મંડળ દ્વારા આમંત્રિત મહેમાનો નુ વિવિધ મુમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો સહિતનાઓ ઉપસ્થિત રહેલ


સમસ્ત મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા પટેલ ગરબી મંડળ આયોજિત દાતાશ્રીઓ અને આયોજક સહિતના મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કરવામાં આવેલ હતું
પટેલ સમાજ ખાતે યોજાતી આ ગરબી છેલ્લા પંચાવન વર્ષથી પરંપરાગત રીતે યોજવામાં આવી રહી છે
પટેલ ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીમાં મુખ્ય આયોજક વિજય પાનસુરીયા,યુદ્ધ એજ કલ્યાણ ગૃપના વિશાલ વેકરીયા અને તમામ સભ્યો,સ્ટેજ સંચાલક મોહિત કોટડીયા અને ૯૦ જેટલા દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવેલ તેમજ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની નીતાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મોમેન્ટો આપી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવેલ હતા,આ તકે મેંદરડા ના પત્રકાર કમલેશભાઈ મહેતાનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.
અને જૂનાગઢના ડો.ચિંતન યાદવ સહિત અનેક તબીબોએ ખાસ ઉપસ્થિત રહીને હાજર રહયા હતી જેમાં પટેલ સમાજ ના રાજકીય બિન રાજકીય સહિતના અનેક લોકો દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ ગરબી માં જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર તમામ સમાજના લોકોને એન્ટ્રી આપવામાં આવે છે અને બહેનો,નાની બાળાઓને ફ્રીમાં રાસ રમાડવામાં આવે છે
રાસોત્સવ પૂર્ણ થયા બાદ નાના બાળકો નાની બાળાઓ ને ઉચ્ચ ગુણવત્તાવાળી લાણીનુ વિતરણ કરવામાં આવે છે
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]