"હર ઘર તિરંગા" હું તો તિરંગો લહેરાવીશ જ તમે પણ લહેરાવજો હો ને... : બોટાદના નવા નાવડા પે.સેન્ટર શાળાનો વિદ્યાર્થી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xbcnhqcrkytcrmle/" left="-10"]

“હર ઘર તિરંગા” હું તો તિરંગો લહેરાવીશ જ તમે પણ લહેરાવજો હો ને… : બોટાદના નવા નાવડા પે.સેન્ટર શાળાનો વિદ્યાર્થી


બોટાદ જિલ્લાના નવાં નાવડા ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હરિઓમ દવે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે આયોજિત હર ઘર તિરંગા અભિયાન વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમારી શાળામાં અનેક સ્પર્ધાઓ યોજાઈ જેમાં ભાગ લઈ અમને ખૂબ આનંદ થયો. આ વર્ષે આપણાં દેશમાં આપણે સૌ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવશું અમે અમારી શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં તો જોડાશું જ સાથોસાથ અમારા ઘરે પણ તિરંગો લહેરાવશું. હું તો તિરંગો લહેરાવીશ જ તમે પણ લહેરાવજો હો ને...

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]