NCB નાર્કોટિક્સ ના ૪૦-૪૦ કિલો ગાંજાના જથ્થાના બે ગુનામાં પકડાયેલ અને સાબરમતી જેલથી વચગાળાના જામીન પર ફરારી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઇમ બ્રાન્ચ. - At This Time

NCB નાર્કોટિક્સ ના ૪૦-૪૦ કિલો ગાંજાના જથ્થાના બે ગુનામાં પકડાયેલ અને સાબરમતી જેલથી વચગાળાના જામીન પર ફરારી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર,ક્રાઇમ બ્રાન્ચ.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ
ઈન્સપેકટરશ્રી ડી.બી.બસિયાની ટીમના પો.સ.ઇ.શ્રી ડી.જે.લકુમ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ, હે.કો.નિખીલેશભાઇ દિપકભાઇ તથા પો.કો.રાજન નર્વતસિંહ તથા પો.કો.કુલદિપસિંહ બળદેવસિંહ, વુ.પો.કો. નયનાબેન નારસિંહ નાઓ પેરોલ/ફર્લો ફરારી મહિલા આરોપી સમશાદબાનુ ઉર્ફે આપા વા.ઓ.મોહમદશરીફ મોહમદ ઇશાક શેખ ઉવ.૩૮ રહે : ઘર નં-૧૪, કલાસીક વિલા હાજીબાવાની કુઇ જુહાપુરા વેજલપુર અમદાવાદ ને ઇસનપુર સુર્યનગર ચોકી પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી(૧) NCB/AZU/CR૦૯/૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(બી),(સી), ૨૯(૨), તથા

(૨) NCB/AZU/CR ૨૧/૨૦૨૧ એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી), ૨૦ (બી), ૨(સી), ૨૯ મુજબના ગુનામાં પકડાયેલ ત્યારથી સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી નં- ૨૭/૨૨ તરીકે જેલમાં હતા અને તા.૧૪/૦૮/૨૦૨૩ થી દિન-૧૪ ના વચગાળાના જામીન પર મુકત થયેલ અને તા.૨૯/૦૮/ ૨૦૨૩ ના રોજ પરત જેલ પર હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નહી અને ફરારી થઇ ગયેલ હતા,

આરોપી મહિલાને સાબમરતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.