પાલીતાણામાં ગૌ-સેવા સમિતિ દ્વારા પક્ષીઓનાં પીવાનાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સ્વયમ્ સેવકોનું પ્રશંસનીય કાર્ય - At This Time

પાલીતાણામાં ગૌ-સેવા સમિતિ દ્વારા પક્ષીઓનાં પીવાનાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સ્વયમ્ સેવકોનું પ્રશંસનીય કાર્ય


"પાલીતાણામાં ગૌ-સેવા સમિતિ દ્વારા પક્ષીઓનાં પીવાનાં પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સ્વયમ્ સેવકોનું પ્રશંસનીય કાર્ય."

પવિત્ર યાત્રાધામ પાલીતાણા શહેરમાં વર્ષોથી અબોલ જીવોનાં રક્ષાર્થે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગૌસેવા સમિતિ પાલીતાણા શહેર -ગ્રામ્ય તાલુકા ટીમ જીવદયાનું સેવા કાર્ય કરી રહ્યા છે. તેમજ એનિમલ પશુ સારવાર હેલ્પલાઈન નંબર. - ૭૩૭૩ ૧૫૪ ૧૫૫ શરૂ છે. અને આ સાથે માનવ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા ની સાથે, શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા વિવિધ સેવાકીય સામાજિક કાર્યક્રમો પણ સતત કરી રહીયા છે. ત્યારે આ સાથે દર વર્ષની જેમ ગરમીનાં દિવસોમાં સૌ - કોઈ પોતાની આસપાસ આવા અબોલ પક્ષીઓ ની તરસ છિપાવવા કુંડા મુકી શકે એવી ભાવનાં સાથે કુંડા વિતરણનો કાર્યક્રમ સૌ શુભ ચિંતકો - દાતા પરિવાર મિત્રોનાં સાથ - સહકાર થી કરવામાં આવેલ ત્યારે, આજરોજ તા. ૨૩-૦૪-૨૦૨૪ ના રોજ હનુમાન જન્મોત્સવ તેમજ મહાવીર જન્મોત્સવના પાવન પર્વ પર સવારે ૧૦ -૦૦ કલાકે ભૈરવનાથ સર્કલ પર ગૌસેવા સમિતિ ના કાર્યકર્તાઓ દ્વારા પક્ષીઓના પીવાનાં પાણીના ૧૦૦૦ જેટલા કુંડાઓનું નિઃશુલ્ક રીતે પક્ષી પ્રેમીઓ માટે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. દાતા પરિવાર નો સમિતિનાં કલ્પેશભાઈ પરમારે આભાર માનેલ. તેમ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.