જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રિસાયક્લિંગ ડે ની ઉજવણી કરવામાં આવી........... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wytvjozy6fcn0kcx/" left="-10"]

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રિસાયક્લિંગ ડે ની ઉજવણી કરવામાં આવી………..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રિસાયક્લિંગ ડે ની ઉજવણી કરવામાં આવી...........
તારીખ 18 માર્ચના રોજ ગ્લોબલ રીસાયકલિંગ ડે ઉજવાય છે. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા લક્ષ્મીપુરા કંપામાં આવેલી શ્રી શ્રેયસ વિદ્યાલયમાં રિસાયકલિંગ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં નગરપાલિકાના કોર્પોરેટર જીનલબેન પટેલ, સ્વચ્છતા ભારત મિશનના કન્વીનર હંસાબેન પિત્રોડા હાજર રહ્યા. આ કાર્યક્રમમાં જીનલબેન અને હંસાબેન એ વિદ્યાર્થીઓને રિસાયક્લિંગ નું મહત્વ સમજાવ્યું તેમજ ઘરે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી આપી. પ્રોજેક્ટ ડાયરેક્ટર અને દાતા સોનલબેન મહેતાએ એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું. મંત્રી રાજેશ્રીબેન, મંજુલાબેન તથા અન્ય બહેનો હાજર હતી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ દવે તથા સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]