પાદરા ખાતેથી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા - At This Time

પાદરા ખાતેથી જિલ્લા એલસીબીને મળી મોટી સફળતા


રિપોર્ટ:- નિમેષ‌ સોની,ડભોઈ

હાલમાં જ્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીનાં દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં જીગર ખુલી કરી વધુ કમાઈ લેવા પ્રયત્નો કરતાં જાય છે. ત્યારે આજરોજ જિલ્લા એલસીબી દ્વારા પાદરા મુજપુર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરાઈ રહયું હતું તે દરમ્યાન એક ટ્રકનું ચેકિંગ કરતા હતા. તે સમયે વિદેશી દારૂનો જથ્થો અને ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપાયો પાડ્યો હતો

ટ્રકની તલાસી લઈ મુદ્દામાલ કબજે લેવાયો

જિલ્લા એલસીબીના જવાનોએ પાદરા મુજપુર ચેકપોસ્ટ પાસે આ ટ્રક આવી પહોંચતા તેને કોડૅન કરી તલાસી લેતા તેમાંથી રૂપિયા 40,130 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂપિયા 40 લાખની ચલણની નોટોનાં જથ્થા સહિત કુલ રૂપિયા 63 લાખનો મુદ્દા માલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણ આરોપી ઝડપી જેલ ભેગાં કરાયાં

જિલ્લાનાં જવાનો દ્વારા ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી કુલ 63 લાખ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ આજે પોલીસ તંત્ર દ્રારા કડક કાર્યવાહી કરાતાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં ભયંકર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.