સરકારી વિનયન કોલેજ ભેંસાણ ના પ્રોફેસર ડો.સચિન પીઠડિયા ને કે.સી.જી દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ નું પ્રમાણ પત્ર આપી સન્માન કરાયુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wtdbjeswmn24ztnh/" left="-10"]

સરકારી વિનયન કોલેજ ભેંસાણ ના પ્રોફેસર ડો.સચિન પીઠડિયા ને કે.સી.જી દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ નું પ્રમાણ પત્ર આપી સન્માન કરાયુ.


ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગર કચેરીના ઇનોવેશનક્લબ અંતર્ગત ગુજરાત રાજ્યના વિનયન, વાણીજ્ય વિજ્ઞાન, બી.એડ અને લો વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી યોજાનાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું (FDP) ,કેસીજી અમદાવાદ મુકામે તારીખ ૧૨-૧૨-૨૦૨૨ થી ૧૭-૧૨-૨૦૨૨ સુધી એમ કુલ છ (૬) દિવસની ઈનોવેશન તાલીમ નુ આયોજન કરવામા આવેલ હતુ. આ તાલીમમાં ગુજરાત રાજ્યની અલગ અલગ સરકારી અને ગાન્ટીઈન એડ કોલેજના અઘ્યાપકો જોડાયા હતા. તેમા સરકારી વિનયન કોલેજ ભેંસાણની ષસંદગી પામતા.ભેંસાણ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના મદદનીશ અઘ્યાપક ડો સચિન પીઠડીયા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમા કેસીજી એ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.આ તાલીમમા આર્ટસ કોમર્સ સાયન્સ એમ કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના રસ મુજબ અલગ અલગ કંપનીઓ, ઈન્ડસ્ટ્રી માં જોડાઈ પોતે આત્મનિભૅર બની સ્વરોજગારી મેળવિ શકે તથા એસ એસ આઈ પી 2.0 હેઠળ વિદ્યાર્થી પોતે કોઈ પણ જીવન જરૂરિયાત વ્યવહારમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ બનાવિ તેનુ પ્રોડક્શન કરી શકે તેવા ભારત અને ગુજરાત સરકાર ના મેડઈન ઈન્ડિયા વિચારને આજની યુવા પેઢી સાથૅક કરી શકે તેવા ઉમદા હેતુથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ ગુજરાત સરકાર ના કોડીનેટર માલા શમૉ, ડો. મહેશ પટેલ, એયુ પટેલ તથા અલગ ઈન્ડસ્ટ્રી ના ફેકલ્ટી, આટીફીસીયલ ઈન્ટલીઝટ ના ફેકલ્ટી, ડેવલોપમેન્ટ એન્ડ સાયન્સ ટેકનોલોજી ગુજરાત સરકાર ના ફેકલ્ટી ,અલગ અલગ સ્ટાટૅઅપ દ્રારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ છેક છેવાડાના ગામમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની આવડત મુજબ સ્વરોજગારી મેળવિ પોતે પ્રોડકશન કરી નવુ ઈનોવેશન કરે તે છે

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]