ઉપલેટા પોલીસ ઊંઘતી રહી અને રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસે શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપથી લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/elufsbkpjf4ewn9w/" left="-10"]

ઉપલેટા પોલીસ ઊંઘતી રહી અને રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસે શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપથી લીધો


બાતમીના આધારે એક વ્યક્તિ ઝડપાયો જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ શરૂ

(આશિષ લાલકીયા દ્વારા)
તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૨, ઉપલેટા શહેરમાં રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી શહેરમાંથી બાતમીના આધારે રેડ કરી મોટા પ્રમાણમાં ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી લઇ એક વ્યક્તિને ઝડપી લીધો છે જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે જેમાં આ રેડ દરમિયાન કુલ રૂપિયા ૭૯,૭૮૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસના પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા તેમજ એલ.સી.બી. પોલીસના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી અને મહેશભાઈ સારીખડાને મળેલી સંયુક્ત હાકીકતના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન નજીક જ આવેલ વિસ્તાર એટલે કે શહેરના લાટી પ્લોટ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની રેડ કરીને ભાવિનભાઈ દેવાયતભાઈ સુવા નામના એક વ્યક્તિને ઇંગ્લિશ દારૂની ૧૭૬ નંગ બોટલ તેમજ ૫૪ નંગ દારૂના પાઉચ અને મોબાઈલ સહિત કુલ ૭૯,૭૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે હિરેન અરવિંદભાઈ બાવાજી નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

ઉપલેટા શહેરમાં થયેલી રેડની કામગીરીમાં રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા, પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.બડવા, એચ.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા, નિલેષભાઇ ડાંગર, કોન્સ્ટેબલ કૌશીકભાઇ જોષી, મહેશભાઇ સારીખડા, મનોજભાઇ બાયલ, મેહુલભાઇ સોનરાજ તેમજ ડ્રા.પો.કોન્સ. અનીરૂધ્ધસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા રેડની આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]