ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર તમામ સાત બેઠકો પર દેવ પક્ષના ઉમેદવારો નો ભવ્ય વિજય બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ - At This Time

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર તમામ સાત બેઠકો પર દેવ પક્ષના ઉમેદવારો નો ભવ્ય વિજય બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ


ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ગઈ કાલે યોજાઈ હતી જેની આજે મતગણતરી હતી તે પૂર્ણ થતા ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કર્યું છે તેમ પણ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષના તમામ સાતેય ઉમેદવારો વિજય થતા દેવ પક્ષના હરિભક્તો માં આનંદ છવાયો હતો દેવ પક્ષના ચૂંટાયેલા તમામ ઉમેદવારોનું સંતો દ્વારા ફૂલહાર થઈ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષના તમમા સાત બેઠકો ઉપર ભવ્ય વિજય થયો છે સાધુ પાંષદ અને ગુરહસથ વિભાગની તમામ બેઠકો ઉપર દેવ પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયધોષ કરીનારા લગાવ્યા હતા ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીના ચૂંટણી અધિકારી બીજ જે ગણાત્રરા દ્વારા તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે

દેવ પક્ષના વિજેતા ઉમેદવાર ગૃહસ્થ વિભાગ
જનકભાઈ પટેલ 10,773
બટુકભાઈ ઓધવજી પટેલ 10,789
વિનુભાઈ મોહન પટેલ 10,742
સુરેશભાઈ દામજીભાઈ પટેલ 10,706
સાધુ બેઠક શાસ્ત્રી હરી જીવન સ્વામી107 મતે વિજય

પાર્ષદ બેઠક
પાર્ષદ બેઠક પાર્ષદ ભગત 69 મતે વિજય જ્યારે બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.