શહેરા તાલુકાના ગોપી તલાવડી પાસે અજાણ્યા વાહનની ટકકરે બાઈક પર જતા પત્નીને ગંભીર ઈજા, પતિનુ ઘટના સ્થળે કરુણ મોત - At This Time

શહેરા તાલુકાના ગોપી તલાવડી પાસે અજાણ્યા વાહનની ટકકરે બાઈક પર જતા પત્નીને ગંભીર ઈજા, પતિનુ ઘટના સ્થળે કરુણ મોત


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગોપી ગામ આવેલી તલાવડી પાસે રોડ઼ પરથી પસાર થનારા બાઈક પર જનારા દંપતિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.જેમા બાઈક રોડ પર ફંગોળાતા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે પત્નિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે પરિવારજનો દ્વારા અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા મુકેશભાઈ અને તેમના પત્ની કૈલાશબેન તેમના પત્ની સાથે મંગલિયાણા ગોપી તળાવ પાસેથી બાઈક પર બેસીને પસાર થતા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે ચલાવીને અડ઼ફેટે લેતા દંપતી રોડ પર પટકાયુ હતુ. શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી મુકેશભાઈનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ,જ્યારે રાહદારીઓ દ્વારા ઈજા પામેલા કૈલાશબેનને શહેરા હોસ્પિટલ અને ત્યાથી ગોધરા સિવીલ ખાતે ખસેડવામા આવ્યા હતા. મૃતક મુકેશભાઈના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા હતા. આ મામલે શહેરા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહન ચાલક સામ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.