ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામે હત્યા કરી નાસી ગયેલ આરોપીને ગણતરીના દિવસોમા શોધી કાઢતી ગારીયાધાર પોલીસ - At This Time

ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામે હત્યા કરી નાસી ગયેલ આરોપીને ગણતરીના દિવસોમા શોધી કાઢતી ગારીયાધાર પોલીસ


ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામે હત્યા કરી નાસી ગયેલ આરોપીને ગણતરીના દિવસોમા શોધી કાઢતી ગારીયાધાર પોલીસ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.સા.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક

સા. શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબ નાઓએ ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામેથી હત્યા કરી નાસી ગયેલ આરોપીને સત્વરે અટક કરવા સુચના આપેલ,

જે અન્વયે પાલીતાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી મિહિર બારીયા તથા સર્કલ પો.ઈન્સ. સા.શ્રી જે.આર.ભાચકન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. શ્રી આર.એ.વાઢેર નાઓએ પોલીસ-સ્ટેશન સ્ટાફની અલગ અલગ પોલીસ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ હતી.

ગઈ તા.૨૪/૧૦/૨૦૨૩ ના રોજ ગારીયાધાર તાલુકાના ભમ્મરીયા ગામ સીમ વિસ્તારમા ખેતમજુરી કામ કરતા પુનાભાઈ છગનભાઈ ડામોર રહે.મુળ સડકી તા.ઘોઘંબા જી. પંચમહાલ વાળાને તેની સાથે ખેત-મજુરી કામ કરતા આ કામના આરોપી બુધાભાઈ ઉર્ફે ભટ્ટો રતનસિંહ ડામોર રહે.મુળ મંગળપુરા તા. ઘોઘંબા જી.પંચમહાલ વાળાએ ખેત મજુરીના રૂપીયા બાબતે બોલાચાલી કરી લાકડી વડે જીવલેણ ઇજાઓ કરી હત્યા નીપજાવી નાસી ગયેલ હતો જે અંગે ગારીયાધાર પો.સ્ટે. "એ" પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૮૦૧૯૨૩૦૫૩૨/૨૦૨૩ I.P.C. ક.૩૦૨,૫૦૪ જી.પી.એકટ ક. ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો તપાસ ગારીયાધાર P.S.I. શ્રી આર.એ.વાઢેર એ હાથ ધરેલ હતી.

આ તપાસ દરમ્યાન ગારીયાધાર પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમ દ્વારા આરોપીને શોધી કાઢવા સઘન પ્રયાસો કરવામા આવેલ તે દરમ્યાન અંગત બાતમીદાર તથા ટેકનીકલ સોર્સની મદદથી આરોપી બુધાભાઈ ઉર્ફે ભટ્ટો રતનસિંહ ડામોર વાળાને આણંદપુર બસ સ્ટેન્ડ, તા.ગારીયાધાર પાસેથી મળી આવતા તેને દબોચી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

આરોપીનુ નામ-સરનામું-

(૧) બુધાભાઇ ઉર્ફે ભટ્ટો રતનર્સિંહ ડામોર રહે. હાલ ભમ્મરીયા તા.ગારીયાધાર મુળ-મંગળપુરા તા.ઘોઘંબા જી.પંચમહાલ

સમગ્ર કામગીરીમા જોડાયેલ પોલીસ ટીમ -

PSI શ્રી આર.એ.વાઢેર, ASI બી.બી.દેસાઈ, HC ડી.કે.ગઢવી, PC ભગવાનભાઈ સાંબડ, PC શૈલેષભાઈ ચાવડા, PC રાજુભાઈ ડાંગર, PC અજયભાઈ મકવાણા, PC જલયભાઈ મકવાણાL PC જીતેન્દ્રભાઈ ડાંગર, PC વિજયસિંહ ગોહિલ, PC રાજુભાઈ વાઘેલા, DPC જીતેન્દ્રભાઈ મકવાણા

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.